Connect with us

Sihor

સિહોર સહિત જિલ્લામાં ત્રણ નવા ધનવંતરી રથ ફાળવવામાં આવ્યા

Published

on

three-new-dhanvantari-raths-were-allocated-in-the-district-including-sihore

દેવરાજ

  • ધનવંતરી રથને જિલ્લા કલેક્ટર ડી. કે પારેખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકનાં “ધનવંતરી આરોગ્ય રથ”નું ભાવનગર જીલ્લામાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડી.કે.પારેખનાં વરદ હસ્તે લીલી ઝંડી આપી ધનવંતરી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ધનવંતરી આરોગ્ય સ્થ બાંધકામ શ્રમિકો માટે છે.

three-new-dhanvantari-raths-were-allocated-in-the-district-including-sihore

કડિયાકામ, પ્લાસ્ટરકામ, સુથારીકામ, લુહારીકામ, ઈલેકટ્રીશીયન, વાયરમેન, કલરકામ, ધાબા ભરવાના કામ, ટાઈલ્સ ફિટીંગ્સ કામ, પ્લમ્બર કામ જેવા 32 પ્રકારના કામોનો આમાં સમાવેશ થાય છે. ધનવંતરી આરોગ્ય રથનો મુખ્ય ઉદ્દેશ્ય બાધકામ શ્રમયોગીનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઇ રહે તે માટેનો છે. અત્યાર સુધી કુલ એક ધનવંતરી આરોગ્ય રથ ભાવનગર જીલ્લાના કુલ ચાર વડલા, બોરડી ગેટ, લિંબડિયું, મંત્રેશ, બાંધકામ શ્રમિક વસાહત, બાંધકામ શ્રમિક સાઇટ માટે કાર્યરત છે.

three-new-dhanvantari-raths-were-allocated-in-the-district-including-sihore

હાલ ભાવનગર જીલ્લા ખાતે કુલ ત્રણ નવા ધન્વંતરી આરોગ્ય રથ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલ છે. જેમાં નારી, સિહોર અને મહુવા માટે ફાળવવામાં આવેલ છે. ધનવંતરી આરોગ્ય રથ દ્વારા પ્રાથમિક સારવાર, પેશાબની તપાસ, બિપીની તપાસ, લોહીની તપાસ, બલ્ડ સુગર જેવી અનેક સુવિધા આપવામાં આવે છે.

three-new-dhanvantari-raths-were-allocated-in-the-district-including-sihore

ધનવંતરી આરોગ્ય રથની કામગીરીમાં બાંધકામ શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે અને યોજનાકીય માહિતીથી અવગત કરવામાં આવે છે. ધનવંતરી આરોગ્ય રથના સ્ટાફમાં હાલ એક-એક મેડીકલ ઓફિસર, પેરામેડીકલ સ્ટાફ, લેબ ટેકનિશીયન, લેબર કાઉન્સીલર, અને ડ્રાઈવર ઉપલબ્ધ છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!