Connect with us

Bhavnagar

ભાવનગરમાં રૂ.૬.૯૧ લાખનાં ઇંગ્લીશ દારૂનાં પાઉચ બોટલો સાથે ત્રણ પકડાયા

Published

on

Three caught with pouch bottles of English liquor worth Rs 6.91 lakh in Bhavnagar

પવાર

આઇસર ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો, દારૂ મંગાવનાર પ્રવિણ ઉર્ફે બાડા રાઠોડની શોધખોળ : ભાવનગર એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની કાર્યવાહી

ભાવનગરમાં રૂ.૬.૯૧ લાખનાં ઇંગ્લીશ દારૂનાં પાઉચ બોટલો સાથે ત્રણ શખ્સ પકડાયા હતા. આઇસરમાં ચોર ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો. દારૂ મંગાવનાર પ્રવિણ ઉર્ફે બાડા રાઠોડની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ભાવનગર એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલીંગમાં હતી.

Three caught with pouch bottles of English liquor worth Rs 6.91 lakh in Bhavnagar

તે દરમ્યાન કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વાળાને બાતમી મળેલ કે, પ્રવિણ ઉર્ફે બાડો શામજીભાઇ (રહે.ઉત્તર કૃષ્ણનગર, દિપક ચોક પાસે,ભાવનગર)એ તેનાં માણસો રવિ ત્રિભોવન અને સોહિલખાન આયશર કંપનીનાં ટેમ્પો રજી.નંબર-GJ-07-Y 5595માં પાછળનાં ભાગે બનાવેલ ચોર ખાનામાં બહારનાં રાજયમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ધોલેરા તરફનાં રોડથી આવીને ભાવનગર શહેર તરફ પસાર જવાનાં હતા. આ બાતમીના આધારે ભાવનગર- અમદાવાદ હાઇવે ઉપર આવેલ તુલશી હોટલ સામે રોડ ઉપર વોચમાં ગોઠવતા દારૂ સહિતનાં મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા.

Three caught with pouch bottles of English liquor worth Rs 6.91 lakh in Bhavnagar

પોલીસે દારૂના જથ્થા સાથે રવિભાઇ મકવાણા (ઉ.વ.૨૩ રહે.વણકરવાસ, ઇન્દિરાનગર, માર્કેટીંગ યાર્ડ પાછળ, ચિત્રા, ભાવનગર) ત્રિભોવનભાઇ પરમાર (ઉ.વ.૩૩ રહે.વણકરવાસ, ઇન્દિરાનગર,માર્કેટીંગ યાર્ડ પાછળ,ચિત્રા,ભાવનગર), સોહિલખાન બ્લોચ (ઉ.વ.૨૨ રહે.જેતુનબેનના મકાનમાં ભાડેથી, નવી મસ્જીદ પાસે, આખલોલ જકાતનાકા, ભાવનગર મુળ-બુઢણા, તા.સિહોર)ને ઝડપી લીધા હતા. જ્યારે, પ્રવિણ ઉર્ફે બાડો રાઠોડને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે વિદેશી દારૂ ના પાઉચ, બોટલો તેમજ આઇસર ટ્રક અને રોકડ સહિત ફૂલ કિ.રૂ.૧૨,૦૮,૪૧૪ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement
error: Content is protected !!