Connect with us

Offbeat

આ છે ભારતની સૌથી ‘ભૂતિયા’ ટનલ જ્યાં ભટકે છે અંગ્રેજ અધિકારીની આત્મા!

Published

on

This is India's most 'haunted' tunnel where the soul of an English officer wanders!

હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા રેલવે લાઈન પોતાની સૌથી લાંબી બડોલ ટનલ માટે જાણીતી છે.  ટ્રેકર્સ બંધ પડેલી ટનલ અને બ્રિટિશ એન્જિનિયર બડોલની કબરને જોવા અહીં આવે છે. તેમના નામ પર જ શહેરનું નામ રખાયું છે. કહેવાય છે કે, કર્નલ બડોલ જેમનું આખું નામ કોઈને નથી ખબર, ટનલ 33ના નિર્માણના ઈન્ચાર્જ હતા. તે ,752 ફૂટ લાંબી ટનલ છે. તેમણે તેને બંને છેડેથી ખોદવાનું શરૂ કર્યું, પરંતુ તેમનું અલાઈનમેન્ટ ખોટું હતું અને બે ભાગ ક્યારેય એકબીજા સાથે મળ્યા જ ન હતા. આ ટનલને હવે હોન્ટેડ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકોનુ એમ પણ કહેવું છે કે, એન્જિનિયરના મોત પછી અહીં ભયાનક ઘટનાઓ થવા લાગી હતી. ઘણા લોકોનો દાવો છે કે, તેમણે કર્નલ બડોલની આત્માને ભટકતી જોઈ છે. એવું કહેવાય છે કે, સુરંગના બંને ભાગ ન મળવાને કારણે બડોલની ટીકા થઈ અને તેમને એક રૂપિયાનો દંડ કરાયો હતો. તેના આઘાતમાં તેઓ પોતાના પાળેલા શ્વાસ સાથે આ ટનલના મુખ પાસે ગયા અને પોતાને ગોળી મારી દીધી હતી. જણાવાયા મુજબ, તેમને દફનાવાયા હતા. કહેવાય છે કે, બડોગની કબર પણ ભૂતિયા છે.

This is India's most 'haunted' tunnel where the soul of an English officer wanders!

ઓછામાં ઓછા 15 વર્ષોમાં તેને કોઈએ જોઈ નથી. યુનેસ્કોની ટીમે 2007માં તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિરાશા હાથ લાગી હતી. એટલું જ નહીં, કહેવાય છે કે, અહીં કર્નલ બડોગનું ભૂત ફરે છે. બાદમાં બાબા ભાલકુ નામના એક ભારતીયે બ્રિટિશ રેલવે એન્જિનિયરોને આ ટનલના યોગ્ય અલાઈન્મેન્ટમાં મદદ કરી. તેમની સેવા માટે વાઈસરોયએ તેમને સન્માનિત કર્યા હતા. શિમલા શહેરમાં ભાલકુના નામ પર એક રેલવે સંગ્રહાલય પણ છે. આ ટનલને લઈને એક વાત એ પણ છે કે, ટનલનું કામ શરૂ થયા પહેલા જ ટનલને બડોગ નામથી ઓળખવામાં આવતી હતી. 14 ઓગસ્ટ, 1899ના બોમ્બે ગેજેટનો આ અંશ એ વાતનો પુરાવો છે .કાલકા-શિમલા લાઈનનું નિર્માણ 1900ના ઉનાળા સુધી શરૂ થયું ન હતું અને બડોગ 25 મે, 1900ના એન્જિનિયરના એક રિપોર્ટમાં ફરીથી આવે છે. પહેલા કાલકાથી શિમલા સુધી પર્વતીય રેલવેનો છેડો તાજેતરમાં જ વાળવામાં આવ્યો છે.તેમાં સૌથી ભારે ભાગમાં બે મોટી સુરંગ છે, જેને બનાવવાની છે. તેમાંથી એક સોલન હિલની નીચે અને બીજ બડોગ છે.

This is India's most 'haunted' tunnel where the soul of an English officer wanders!

કાલકા-શિમલા રેલવેની સમયમર્યાદા ઓક્ટોબર 1903 હતી. તેના પર વાહન-વ્યવહાર 9 નવેમ્બર, 1903એ શરૂ થઈ. તેમાં કોઈ મોડું નહોંતું થયું. બડોગ સુરંગન સમગ્ર પરિયોજના કાર્યક્રમની અંદર પૂરી કરી લેવાઈ. કર્નલ બડોગની પાસે પાછા આવીને, શું એ શક્ય છે કે, તેમની ભૂલે પ્રોજેક્ટને જરાય મુશ્કેલીમાં ન મૂક્યો હોય? સાથે જ, એ સમયેના ન્યૂઝ પેપર્સમાં પણ તેમની આત્મહત્યા અંગે કોઈ રિપોર્ટ કેમ નથી? એક બ્રિટિશ કર્નલ ભારતમાં આત્મહત્યા કરે એ મોટી વાત કહેવાય. માત્ર ભારતમાં જ નહીં, યુકે અને ઓસ્ટ્રેલિયામાં પણ તેની જાણ કરાઈ હશે. તો, પણ તમને કર્નલ બડોગનો ઉલ્લેખ નહીં મળે. પ્રોજેક્ટ પ્લાનમાં પણ તેમનું નામ નથી. બડોક, ધરમપુર અને સોલનમાં અન્ય લોકોના કામના ઈન્ચાર્જ લિસ્ટેડ છે. એટલે સવાલ એ ઊભો થાય છે કે, બડોકનું ભૂત કેટલું વાસ્તવિક છે?

 

Advertisement
error: Content is protected !!