Bhavnagar
બી.એ,બી.કોમ માં પ્રથમ વર્ષ માં ફોર્મ ભરવા માટે તથા વિષય કોલેજ પસંદગી કરવા માટે પોર્ટલ ખોલવાની ઉઠી માંગ

બ્રિજેશ
ભાવનગર યુનિ દ્રારા ચાલી રહેલી પ્રથમ વર્ષ એડમિશન પ્રવેશ પ્રક્રિયા માં ધણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવા માટે બાકી રહી ગયેલા છે.ત્યારે આવા વિધાર્થીઓને ફોર્મ ભરવા દેવા માટે તથા જે વિધાથી ઓને એક જ વિષય અથવા એક જ કોલેજ પસંદગી કરી હોય એવા વિધાથીર્ઓને ફોર્મ માં એડીટીગ કરવા દેવા માટે 3 દિવસ જેટલો સમય ગાળો આપવા રજુઆત કરવામાં આવી છે
પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને અનુરોધ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં સરકારી કોલેજ ના પ્રવેશ થઈ વંચિત રહી ગયેલા બી.એ,બી.કોમ,બી.એસી,બી.સી.એ,બી.બી.એ ના તમાંમ વિધાર્થીઓ જેમને પ્રવેશ મળ્યો નથી તેવા વિધાર્થીઓઐ સોમવારે 11:30 કલાકે તારીખ 3/7/2023 ના યુનિવર્સિટી ક્રાયાલય ખાતે પોતાના ફોર્મ ની ઝેરોક્ષ અને જેમને ફોર્મ ભરવાના બાકી હોય તેઓએ માર્કશીટ ની ઝેરોક્ષ સાથે હાજર રહેવુ. ઉપરોક્ત પ્રવેશ મેળવવા માંગતા તમામ વિધાથીર્ઓઐ હાજરી આપવા અનુરોધ છે તેમ કોટ સભ્ય મહેબૂબ બ્લોચ તથા શિવાભાઈ ડાભી એ જણાવેલ છે.
એક્ષટર્નલ ડિપાર્ટમેન્ટ શરૂ કરવા બાબત
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના એક્ષટર્નલ ડિપાર્ટમેન્ટ ગત યુનિ.ની કોર્ટ સભામાં ઠરાવ થયા મુજબ શરૂ કરવાના હતાં પરંતુ આ આજ દિન સુધી એક્ષટર્નલ ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો નથી.જયારે આ ડિપાર્ટમેન્ટ માં 10 થઈ 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવના હોય તો આ વર્ષ છે કંઈ મંજૂરી ની બાબત હોય એમનો ઝડપી નિર્ણય કરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.