Gujarat
ટોયલેટમાં પાણી નથી અને..’ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જય વસાવડાને થયો કડવો અનુભવ, તંત્રને વગર પાણીએ ધોયું
કુવાડીયા
જય વસાવડાને રાજકોટ એરપોર્ટનો કડવો અનુભવ થયો ; ‘રાજકોટથી 31 કિમી દૂર અને એટલી બેઝિક ડિઝાઈન ?’ ; ‘ફક્ત બે જ શૉપ છે બાકી બધા જ સફદ રંગના ચોગટા છે’
રાજકોટ એરપોર્ટને લઈ લેખક જય વસાવડાએ કહ્યું કે, ફક્ત બે જ શૉપ છે બાકી બધા જ સફેદ રંગના ચોગટા છે તેમજ અહીં ટોયલેટમાં પાણી જ નહી આવતું હોવાનું કહ્યું છે. સૌરાષ્ટ્રવાસીઓને મળેલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ કહેવાય છે. જે ઇન્ટરનેશનલ એરપોર્ટને ધામધૂમ પૂર્વક શરૂ પણ કરી દીધો છે. પરંતુ જે સુવિધાની મોટી મોટી વાત થઈ હતી તે તમામ પોકળ સાબિત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. આ એરપોર્ટ પર જઈ તમે પાંચ મિનિટ ઉભા રહો તો એકાદ મિનિટ માટે તો તેમને એક એવો જ ખ્યાલ આવશે કે, કોઈ હોસ્પિટલમાં નથી પહોંચી ગયોને.. કારણે કે, તેની ડિઝાઈનથી લઈ સુવિધા સંપૂર્ણ ખામીઓથી ભરેલું લાગી આવશે. એરપોર્ટની મોટી ભેટની થતી વાતો વચ્ચે જાણીતા લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ આ હિરાસર એરપોર્ટની વાસ્તવિકતા દર્શાવતો વીડિયો વાયરલ કર્યો છે લેખક જય વસાવડાને રાજકોટ એરપોર્ટનો કડવો અનુભવ થયો છે. જેમણે એક વીડિયો વાયરલ કર્યો છે. તેઓ જણાવી રહ્યાં છે કે, આજે હું સાવ નવા બનેલા રાજકોટના એરપોર્ટ પર છું, જે કહેવાય છે રાજકોટનું એરપોર્ટ પણ રાજકોટથી 31 કિ.મી દૂર હિરાસર ગામે આવેલું છે.
તેમણે કહ્યું કે, મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે અદભૂત પ્રોજેક્ટ કરતા, જેની ડિઝાઈનથી લઈ તમામ બાબતો પરફેટ જ હોતી, તેઓ જેવા તેવા પ્રોજેક્ટ કરે જ નહી. પરંતુ આ એરપોર્ટ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય કે, કંઈ એરજમેન્ટ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તો જાણે કોઈ કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઈ હોય તેમ બોક્ષ ગોઠવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અહીં ફક્ત બે જ શૉપ છે બાકી બધા જ સફદ રંગના ચોગટા છે તેમજ અહીં ટોયલેટમાં પાણી જ નહી આવતું. જેને લઈ અહીં સુવિધા માટે બે પ્લાસ્ટીકની બોટલ રાખવામાં આવી છે. જય વસાવડાએ ઉમેર્યું કે, આ એરપોર્ટ શરૂ થઈ ગયા પછી, ધામધૂમ પૂર્વક નગારા વગાડીને શરૂ કર્યા પછી પણ પાણી જેવી પણ સુવિધા નથી. 31 કિમી દૂર અને એટલી બેઝિક ડિઝાઈન ? વધુમાં કહ્યું કે, કોઈ પણ ઈન્ટરનેશન એરપોર્ટ ગામથી એટલા દૂર નથી, તમે અમદાવાદ, વડોદરા વગેરે જોઈ લો. આ એરપોર્ટ પર વિવિધ સુવિધા અંગે મોટી મોટી વાત સામે આવી હતી, પરંતુ આ તમામ વાતોની વચ્ચે જય વસાવડાના વાયરલ વીડિયોએ તંત્રની પોલ છતી કરી દીધી છે