Sihor
સિહોરમાં પાણીના કકળાટનો પાર નથી, આશ્વાસન અને તમામ દાવાઓ પોકળ, વોર્ડ 7માં દેકારો
Pvar
10 થી 12 દિવસે પણ પૂરતુ પાણી ન મળતા રહિશો ત્રાહિમામ, વોર્ડ 7ની મહિલાઓ પાલિકા ખાતે પોહચી, પાણીના વિતરણકાર્યમાં વ્યાપક ધાંધીયા, મુખ્ય અધિકારીની કાર્ય પધ્ધતિના લીધે શહેરમાં અણઉકેલ પ્રાણપ્રશ્નોની વધી રહેલી હારમાળા
સિહોર શહેરના પાણીની હાડમારી ને લઈ મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે નગરપાલિકાના બિનજવાબદાર મુખ્ય અધિકારીના લીધે સિહોર શહેરમાં વિવિધ અણઉકેલ પ્રાણ પ્રશ્નોની હારમાળા સર્જાઈ રહી છે. પાલિકા દ્વારા લાંબા સમયથી પાણીના વિતરણકાર્યમાં ધાંધીયા જોવા મળે છે જેથી લોકોમાં આક્રોશ વ્યાપેલ છે. ૧૦ થી ૧૨ દિવસ સુધી પાણી ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેથી રોજ રોજ સ્થાનિક અલગ અલગ વિસ્તારોની મહિલાઓના ટોળાઓ પાલિકાની કચેરીમાં પાણી ફાળવવાની માંગણી કરવા માટે આવી રહ્યા છે. પાણીની મુશ્કેલીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતા દ્વારા પાણી માટે છાજીયા લેવાઈ રહ્યા છે અને ઉગ્ર સુત્રોચ્ચાર કરાઈ રહ્યા છે. જેથી હાલ પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુ ને વધુ બગડી રહી છે નગરપાલિકા વોર્ડ નં.7 માં પાણીના કકળાટ ને લઈ મહિલાઓ એ પાણી નહિ મળે તો બેડા યુદ્ધ ખેલાશે તેવી ચીમકી ઉચ્ચારાય છે છેલ્લા ઘણા સમયથી પાણી પ્રશ્નો નો કકળાટ વ્યાપી ગયો છે પાલિકા ની પરિસ્થિતિ જોતા એક સાંધે અને તેર તૂટે તેવી હાલત થઈ ગઈ છે અને પાલિકા નો વહીવટ સાવ કથળી ગયો છે.
સિહોર પાલિકાના વહીવટદાર તરીકે ભાવનગર અધિક કલેકટર બી જે પટેલ ને પાલિકા માં રસ નથી અને ચીફઓફિસર મારકણાની હાલત નહિ ઘર ના નહિ ઘાટના જેવી પરિસ્થિતિ ને જોતા આજરોજ સિહોર વોર્ડ નં..7 માં છેલ્લા 15 દિવસથી પાણી નથી મળતું અને પાણી માટે અવારનવાર રજૂઆત કરતા પ્રશ્નો ને ટલ્લે ચડાવી રહ્યા છે અને સ્થાનિક મહિલાઓ એ આક્રોશ સાથે પાણી નહિ મળે તો પાલિકા માં માટલા યુદ્ધ સાથે ખાલી માટલા ફોડી વિરોધ દર્શાવી અને ચીમકી આપી હતી અને કી. મેન મનસ્વી વર્તન રાખતા હોય તેમ પાણી સપ્લાય માં એક ને ખોળ અને એક ને ગોળ જેવી પરિસ્થિતિ ને લઈ મહિલાઓ એ જણાવેલ કે જાહેરસ્ટેન્ડ ના નળ પણ અનિયમિત આવે છે તો આ બાબતે ઉગ્ર રજૂઆત પાલિકા ના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પરેશભાઈ ભટ્ટ ને કરતા તેઓ એ સંતોષ સાથે જવાબ આપેલ.