Sihor
સિહોરના વોર્ડ નંબર ૯ ના મહિલાઓએ પાણી માટે મચાવી હલ્લાબોલ – નગરપાલિકા એ પ્રશ્ન લઈને પહોંચ્યા તો કોઈ હાજર જ નહીં

- પોલીસે આવી મામલો સંભાળવો પડ્યો – જવાબદાર વહીવટદાર પટેલ પાસે ટાઈમ જ નથી બોલો આવા લોકોને શા માટે કમાન સોંપતી હશે સરકાર
સિહોર માં પાણીના પ્રશ્ને કાયમી દેકારો છે અને આ પોકળ તંત્ર માત્ર ને માત્ર વાતો કરવામાં માહિર છે કામ કરવામાં નહિ તે દેખાય આવે છે. સિહોર વોર્ડ નં.૯ માં છેલ્લા ઘણા સમય થી પાણી ની કકળાટ વ્યાપી ગયો છે ત્યારે વોર્ડ નં ૯ લીલાપીર મેદાન પાસે આવેલ બળવંત ભાઈ ની દુકાન પાસે આવેલ સ્થાનિક મહિલા ઓ એ હલ્લા બોલ મચાવી હતી.
પાણી પ્રશ્ને મહિલાઓ સિહોર નગરપાલિકા માં પહોંચી ગઈ હતી અને ત્યાં કોઈ અધિકારી હાજર ન હોય તો કોને ફરિયાદ કરવી મામલો બિચકયો હતો જેને લઈને મહિલાઓ એ છાતી કુટી છાજીયા લીધા હતા અને કે જે અંગે ની જાણ પોલીસ તંત્ર ને થતા પોલીસ કાફલો પાલિકા દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. જે અંગે પોલીસ અધિકારી દ્વારા ચીફ ઓફિસર ને ફોન કરી તત્કાલિક મહિલા ના પાણી પ્રશ્ન માટે સ્થળ ઉપર આવવા જણાવેલ.
ભાવનગર અધિક કલેક્ટર અને સિહોર નગરપાલિકા ના વહિવટદર તરીકે નિમેલ બી.જે. પટેલ આજ દિવસ સુધી પાલિકા ના પ્રશ્ને કોઈ દિવસ રસ દાખવ્યો નથી. આવા વહીવટદર ને જવાબદારી સોંપવા કરતા ચીફ ઓફિસર ને સંપૂર્ણ ચાર્જ સોંપી આપવો જોઈએ અથવા સિહોર માં જ જવાબદારી રહેતા નાયબ કલેક્ટર ને ચાર્જ સોંપવો જોઈએ જેથી સિહોરના પ્રશ્નો ઝડપથી નિરાકરણ આવે