Sihor
સિહોર વોર્ડ નં 6ની મહિલાઓ ચણચંડી બની, પાણી પ્રશ્ને ચિફઑફિસરનો કર્યો ઘેરાવ
પવાર
100 થી વધુ મહિલાઓનો હલ્લાબોલ, ઘણા લાંબા સમયથી પાણીની મુશ્કેલી ભોગવતી મહિલાઓનો પારો સાતમા આસમાને, મહિલાઓએ અધિકારીને ઘેરી લીધા
સિહોર શહેરના વોર્ડ 6 મકાતનોઢાળ જલુનોચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સર્જાયેલી પાણીની સમસ્યાનું પાલિકાતંત્ર ધ્વારા નિરાકરણ નહિ કરતા આજે સોમવારના રોજ વિસ્તારની મહિલાઓએ પાલિકા ખાતે પોતાનો રોષ વ્યક્ત કરીને હલ્લાબોલ મચાવ્યો હતો એક સમયે જવાબદાર અધિકારીને ઘેરી લીધા હતા અહીં મહિલાઓએ જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી આવતુ નથી જે બાબતની અનેક રજુઆતો પાલિકાતંત્રને કરવામાં આવી હોવા છતા આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવેલ નથી.
એક તરફ ઉનાળાની ગરમીના કારણે પાણીની જરૂરીયાત વધુ રહેતી હોય ત્યારે અમારા વિસ્તારમાં ખરા ઉનાળામાં જરૂરીયાત પ્રમાણે પણ પાલિકા પાણી પુરૂ પાડતી નથી ત્યારે આજે પાલિકા ખાતે હલ્લાબોલ કરી તંત્રના છાજીયા લઇ તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા ચિફ ઓફિસરને રજુઆત કરી હતી. જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં પાલિકા સામે ઉગ્ર દેખાવો કરાશે તેવી મહિલાઓએ ચિમકી આપી હતી. નગરપાિકા વોર્ડ નં૬ માં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી નહિ મળતા સ્થાનિક મહિલાઓ દ્વારા હલ્લાબોલ કર્યો હતો અને કીમેન તોછડું વર્તન કરતો હોવાનો બળાપો પણ મહિલાઓએ ઠાલવ્યો હતો. એક સમયે ચીફ ઓફિસર મારકણાને ઘેરી લીધા હતા. માંડ સમજાવટ અને પ્રશ્નના નિવારણ બાદ મામલો શાંત પાડ્યો હતો.