Ghogha
ખરકડી ગામે હઝરત બાલમશા પીરદાદાનો ઉર્ષ ઉજવાયો

દેવરાજ
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલા મહાન સુફીસંત પીર ઔલીયા હઝરત બાલમશા પીરદાદાનો ઉર્ષ શરીફ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાનોશૈકત સાથે ઉજવાયો હતો. આ ઉર્ષ પ્રસંગે સંદર શરીફનું શાનદાર ઝુલુસ ખરકડી ગામમાં ફર્યુ હતું.આ ઝુલુસનું ઠેરઠેર સ્વાગત કરાયું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ તંત્ર દ્વારા સંદલ શરીફને સલામી આપી સ્વાગત કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,દર વર્ષે ઉર્ષ પસંગે દરગાહ શરીફ ઉપર સૌ પ્રથમ નિશાન મુબારક, ચાદર શરીફ, ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે.આ દરગાહ શરીફમાં હિન્દુ-મુસ્લીમ, શ્રધ્ધાળુ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. કોમી એકતા ભાઈચારાના દર્શન થાય છે. એસ.ટી.તંત્ર દ્વારા ખાસ એસ.ટી.બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર, સહિત સંબંધીત વિભાગના અધિકારી. કર્મચારીઓએ સરાહનીય કામગીરી બજાવી હતી.