Ghogha
ખાટડી ગામેથી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, બે બુટલેગર ફરાર

પવાર
- સગો ભાઈ અને કુટુંબી ભાઈ દારૂનો જથ્થો ઉતારી ગયા : દારૂની નાની-મોટી બોટલ સાથે એક શખ્સને હસ્તગત કરાયો, બે બુટલેગર ફરાર
ઘોઘા તાલુકાના ખાટડી ગામે મકાનના ફળિયામાં છુપાવેલા વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને હસ્તગત કરી લીધો હતો. જ્યારે તેના અન્ય બે બુટલેગર ભાઈ ફરાર હોય, ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘાના ખાટડી ગામે રહેતો રણજીતસિંહ ખુમાનસિંહ રાયજાદા નામનો શખ્સ તેના ભાઈઓ સાથે વિદેશી દારૂનું વેંચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે આજે ગુરૂવારે સવારના સમયે વરતેજ પોલીસના સ્ટાફે દરોડો પાડી મકાનમાં તલાશી લેતા ફળિયામાં પડેલી એક પ્લાસ્ટિકની મોટી થેલીમાંથી વિદેશી દારૂની મોટી બોટલ નં.૧૬ અને ચપટાં નં.૯૬ મળી આવ્યા હતા.
જેથી પોલીસે દિલીપસિંહ ખુમાનસિંહ રાયજાદા (ઉ.વ.32) નામના શખ્સને હસ્તગત કરી કોરોના રિપોર્ટની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સની પૂછતાછમાં દારૂનો જથ્થો તેનો નાનો ભાઈ રણજીતસિંહ ખુમાનસિંહ રાયજાદા અને કુટુંબી ભાઈ શક્તિસિંહ ચકુભા રાયજાદા (રહે, બન્ને ખાટડી) નામના શખ્સો ગઈકાલે ઉતારી ગયાની કબૂલાત આપી હતી. જેના આધારે વરતેજ પોલીસે ત્રણેય વિરૂધ્ધ પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (એ), ૬૫ (ઈ), ૧૧૬-બી, ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.