Sihor
સિહોરના ટાણા ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર કન્ટેનર મુકાવાથી વિવાદ સર્જાતા તંત્ર દોડતું થયું
પવાર
- પોલીસ બંદોબસ્ત સાથે જમીન ઉપર કરાયેલ ગેરકાયદેસર કન્ટેનરનું દબાણ દૂર કરાયું ; નાના માણસોના ધંધા ઉપર બુલડોઝર ફેરવતું તંત્ર મોટા આકાઓના દબાણો ઉપર નજર માંડી શકશે ખરી ?
સિહોરના જાહેર રસ્તાઓ પર સરકારી જમીનો પર વ્યાપક દબાણ થયુ હોય રસ્તા સાંકડા બની રહ્યા છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. જેથી તંત્ર દ્વારા આવા દબાણો દુર કરવા તજવીજ હાથ ધરવી જરૂરી બની છે. ત્યારે સિહોરના ટાણા ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર કન્ટેનર મુકાતા વિવાદ થયો છે જેને લઈ પોલીસ દોડી ગઈ હતી શહેરમાં સિહોર નગરપાલિકાની માલિકીની જમીનો ઉપર ગેરકાયદેસર કરોડો રૂપિયાની જમીનો ઉપર દબાણ કરી નાખવામાં આવ્યા છે તેમજ ભાવનગર રાજકોટ હાઇવે ઉપર તથા દાદાની વાવથી ઉભા હાઇવે પર ગરીબશાપીર ફાટક સુધીમાં પણ બેફામ રોડની બન્ને સાઇડો પર દબાણો કરી નાખવામાં આવતા રોડની પોળાય પણ ઘટી જવા પામી છે. જેના કારણે દિનપ્રતિદિન ટ્રાફીક સમસ્યા પણ વધતી જાય છે.
જેના કારણે અવારનવાર નાના મોટા એકસીડન્ટ પણ થાય છે અને લોકો આવા એક્સીડન્ટનો ભોગ પણ બને છે. હાલ સરકારનો પરિપત્ર હોય પાલિકાની જમન પર દબાણો હોય છે. પછી સરકારી રેવન્યુની જમીન પર ગેરકાયદેસર દબાણો હોય તે તમામ દબાણો હટાવીને સરકારી જમીનો ખુલ્લી કરાવી પણ અમલનો થતો હોય અને આવા દબાણો હટાવાના માત્ર નાટક કરીને એક બે જ સ્થળોએ દબાણ હટાવીને કાગારોળ મચાવે છે. નગરપાલિકાની માલિકીની તથા સરકારી રેવન્યુની કરોડો રૂપિયાની જમીનો પર આજે પણ દબાણો ખડકાયેલા યથાવત જ હોય જેના કારણે સિહોર શહેરની જાગૃતો નાગરિકોમા રોષની લાગણીઓ જોવા મળે છે. તો સિહોર નગરપાલિકાના જવાબદાર અધિકારી તથા રેવન્યુ ખાતાના જવાબદાર અધિકારી તેમજ આરએમબીના જવાબદાર અધિકારી જો આવા દબાણો પર બુલડોજર ફેરવામાં આવે તો સરકારી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી થઇ શકે અને રસ્તા સુગમ બની શકે.