Sihor
સિહોર જાયન્ટસ ગ્રુપ દ્વારા છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું – ધોમધમતા તાપમાં છાશ એ અમૃત છે

પવાર
સિહોર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આખો ઉનાળો જ્યાં સુધી ગરમી પડશે ત્યાં સુધી વિના મૂલ્યે છાસ નું વિતરણ કરવામાં આવશે જે હેતુ સાથે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળા ના ધોમ ધખતા તડકામાં બજારમાં નીકળતા રાહદારીઓ ને વિના મૂલ્યે છાસ વિતરણમાં સહયોગ આપી દાતા શિરીષભાઈ ભૂતા પરિવાર પુણ્યશાળી બન્યા હતા.
આ કાર્યક્રમમાં દાતા શિરીષભાઈ ભૂતા પરિવારના સભ્યો સાથે ખાસ ઉપસ્થીત રહેલ તેમજ પ્રોજેક્ટ ને સફળ બનાવવા જાયન્ટસ ગ્રુપના પ્રમુખ સમીરભાઈ બેલીમ અને તેની ટીમના સભ્યોએ ખુબજ જહેમત ઉઠાવેલ.