Bhavnagar
ભાવનગરમાં નિવૃત્ત અધિકારીના પુત્રએ વિદેશ ભણવા જવાની તૈયારી વચ્ચે ફાંસો ખાઇ લીધો

પવાર
- બે દિવસ પહેલા જ પરીક્ષા આપી હતી : ધામેલીયા પરિવારમાં અરેરાટી
ભાવનગરના વિદેશ જવાની પરિક્ષાની તૈયારી કરતો અને વિદેશ જવાના સપના જોતો એક યુવાને કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના કાળિયાબિડના ઓશીયન પાર્કમાં રહેતા અને જીલ્લા પંચાયતના નિવૃત નાયબ ચિટનીશ જનકભાઇ ધામેલિયાના પુત્ર રોનકભાઇ જનકભાઇ ધામેલિયાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું.
જનકભાઇના જણાવ્યાનુસાર રોનકભાઇએ બે દિવસ પહેલા જ વિદેશની કોઇ યુનીવર્સિટની પરિક્ષા આપી હતી. યુવાન પુત્રએ ગળાફાંસો ખાઇ લેતા પરિવારે એકનો એક દિકરો ગુમાવતા ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.