Bhavnagar
ભાવનગરના આંગણે ઠાકોર કોળી સમાજનો દ્વિતીય ઈનામ વિતરણ સમારોહ ભવ્ય રીતે ઉજવાયો…

પવાર
- મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ઈનામ સાથે સન્માન અને આશીર્વાદ આપ્યા..સમાજને કુરિવાજ, કલહ અને વ્યસન મુક્ત બનાવવા તેમજ શિક્ષણ ને મહત્વ આપવા ભાર મૂક્યો…
ભાવનગર ખાતે ગત રવિવારે રોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ આયોજિત વિધાર્થીઓનો ભવ્ય દ્વિતીય સન્માન સમોરોહ યોજાયો તેમાં હાજરી આપી…આ પ્રસંગે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ આયોજીત વિધાર્થીઓનો સન્માન સમારોહમાં જેમાં ઠાકોર સેના તેમજ જીલ્લામાંથી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ઠાકોર સેના ના હોદેદારો અને સમાજ ના ભાઈઓ બહેનો અને વિધાર્થીઓ સહિત ના આગેવાનો અને કાર્યકતાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી, આ પ્રસંગે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ આયોજીત વિધાર્થીઓનો સન્માન સમારોહ નરેશભાઈ ઉર્ફે મુરલીભાઈ (ગારીયાધાર) અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જેમાં ઠાકોર સેના કાર્યાલય મંત્રી અને બેચરાજી ના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર,ઠાકોર સેના ના પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ ઠાકોર,પ્રદેશ લીગલ કન્વીનર મનોજભાઈ વકીલ, પ્રદેશ મંત્રી લાલભાઈ ઠાકોર,ભાવનગર ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા,વર્ષાબેન ઉનાવા કોર્પોરેટર ભાવનગર,ભરતજી ઠાકોર પ્રમુખ બોટાદ જીલ્લા ઠાકોર સેના,તેમજ જીલ્લા માંથી સમાજ ના સામાજિક અને રાજકીય આગેવાનો ઠાકોર સેના ના હોદેદારો અને સમાજ ના ભાઈઓ બહેનો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા..
આ કાર્યકમ્ ને સફળ બનાવવા આયોજક ટિમ ના સમાજ ના આગેવાનો દિનેશ ચૌહાણ (એડવોકેટ-સિહોર),આર કે,ઠાકોર ભાવનગર,મુકેશ ચૌહાણ (માસ્તર),પંકજભાઈ બારૈયા (સિદસર),બટુકભાઈ મકવાણા (સિદસર),વિનેશભાઈ ચૌહાણ (પત્રકાર),અશોકભાઈ ચૌહાણ (બોરડી),છગનભાઈ પરમાર,મનસુખભાઈ ઠાકોર (ચિત્રા),મુકેશભાઈ વાઘેલા (RFO),ભરતભાઈ સોલંકી (RFO),ધનસુખભાઈ ધાનકવાડિયા,લાલજીભાઈ મકવાણા, અશ્વિનભાઈ મકવાણા,જગદીશભાઈ ચૌહાણ (આવકાર કોમ્પ્યુટર) સહિત ના આગેવાનો અને કાર્યકતાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી..