Sihor
ગટરોને કડદાથી ખડબદતી સિહોરની પ્રવિત્ર ગૌતમી નદી ; અહીં ફરજિયાત નાકે રૂમાલ બાંધીને નીકળવું પડે

પવાર
ગૌતમી નદી સફાઇના અભાવે માત્ર વોકળું બની, ગંદકીથી લોકો બન્યા ત્રાહીમામ, ગૌતમી નદીની ગંદકીની સમસ્યાથી મચ્છરોનો ત્રાસ વધી જતા રોગચાળાની સેવાઇ રહેલી ભીતિ
સિહોરની ગૌતમી નદીને ઉંડી ઉતારવા તેમજ સ્વચ્છ કરવા માટે ભૂતકાળમાં લાખ્ખો ધુમાડો છતાં સ્થિતિ જૈસે થે ! જોવા મળે છે. ગૌતમી નદીમાં ગટરોના પાણી અને ગંદકીના કદડાથી રહિશો તોબા પોકારી રહ્યા છે. જોકે, જવાબદાર તંત્ર દ્વારા નદીને ઉંડી ઉતારવા ભૂતકાળમાં લાખ્ખોના બીલો પણ બની ચુકવાયા છતાં પરિસ્થિતિ યથાવત રહી છે ત્યારે આ રકમ ક્યાં પગ કરી ગઇ છે.
તે મોટો સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. શહેરની શોભા સમાન ગૌતમ નદીમાં સ્વચ્છતા અભિયાનના નામે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લાખ્ખો રૂપિયા વાપર્યાના બીલો ઉધારવામાં તો આવ્યા છે પરંતુ આજની તારીખે આ ગૌતમી નદી આખીમાં ઠેક ઠેકાણે ગંદા પાણીથી તેમજ ગટરોના કદડાથી આ ઉભી નદી ભરેલી છે આવી ગંદકીના પાણી અને કદડાથી ખદબદતી રહેતા દિનપ્રતિદિન મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે તેમજ આ નદીની આજુબાજુની સોસાયટીઓના રહિશોને તો પોત પોતાના મકાનોના બારી-બારણા પણ ફરજીયાત બંધ જ રાખવાની ફરજ પડે એટલી હદે દુર્ગંધ મારે છે.
તેમજ આ રોડ પરથી પસાર થતા નાગરિકોને પણ ફરજીયાત મોં ઉપર રૂમાલ રાખવાની ફરજ પડે એટલી હદે દુર્ગંધો મારે છે અને રાત્રિ પડે અને મચ્છરો જાણે મધમાખીઓના ઝુંડ ઉડે તે રીતે મચ્છરોના ઝુંડ ઉડવા લાગે છે એટલી હદે આ ગૌતમી ઉભી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય રહેલું છે