Connect with us

Bhavnagar

કારકુન તલાટીઓની જીલ્લા ફેર બદલી માટે ભાવનગર સહિત રાજયનાં કલેકટરો પાસેથી વિગતો મંગાવતો મહેસુલ વિભાગ

Published

on

The Revenue Department seeking details from the Collectors of the State including Bhavnagar for district transfer of Clerk Talatis.

બરફવાળા

ભાવનગર સહીત રાજયનાં મહેસુલી કારકુન-તલાટીઓની જીલ્લાફેર બદલી કરવા માટે રાજકોટ સહીત રાજયભરનાં કલેકટરો પાસેથી રાજયના મહેસુલ વિભાગના સંયુકત સચીવ સચીન પટવર્ધન દ્વારા વિગતો મંગાવવામાં આવી છે. આ અંગે રાજયના મહેસૂલ વિભાગનાં સંયુકત સચીવ સચીન પટવર્ધન દ્વારા તમામ જીલ્લા કલેકટરોને પરિપત્ર ઈસ્યુ કરી આગામી ત્રણ દિવસમાં આ અંગેની વિગતો મોકલી આપવા તાકીદ કરી છે. પરિપત્રમાં જણાવાયું છે કે રાજયમાં ફરજ બજાવતાં બિનરાજપત્રીત વર્ગ-3 ના મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી સંવર્ગનાં કુલ 1695 જેટલાં કર્મચારીઓને નાયબ મામલતદાર વર્ગ-3 ના સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે.

The Revenue Department seeking details from the Collectors of the State including Bhavnagar for district transfer of Clerk Talatis.

જેથી મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી સંવર્ગનાં કર્મચારીઓની જીલ્લા ફેર બદલી બાબતની કચેરી કચેરીઓ તરફથી રજુ કરવામાં આવેલ. ધોરણસરની દરખાસ્તો કે જેમાં મહેસુલી વિભાગ કક્ષાએથી નિર્ણય થયેલ ન હોય અને આવા કર્મચારીઓને નાયબ મામલતદારમાં બઢતી મળી ગયેલ છે. અથવા રાજીનામું સ્વ.વય નિવૃતિ તેમજ અન્ય કારણોસર સંવર્ગમાં ચાલુ ન હોય અથવા સંવર્ગ છોડીને જતા રહ્યા હોય તેવા કારણોસર હવે જીલ્લા ફેરબદલીની વિચારણા કરવાની થતી ન હોય તેની વિગતો મોકલી આપવા જણાવાયુ છે.

error: Content is protected !!