Sihor
સિહોર સહિત જિલ્લાના લોકોએ પુરી રાત્રી દહેશતમાં વિતાવી
દેવરાજ
વિજળી પુરવઠા ઉપલબ્ધ હતો ત્યાં ટીવી ચેનલોના અહેવાલ પર સૌની નજર હતી, વાવાઝોડાના લેન્ડફોલ સમયથી જ ઉચાટ હતો ભારે પવન-વરસાદથી રાત્રી વધુ ચિંતાજનક બની : તંત્રએ પણ સાત મોનેટરીંગ કર્યું
વાવાઝોડા બિપોરજોયના ગઈકાલે સાંજે લેન્ડફોલનો પ્રારંભ થતા જ કચ્છ, દ્વારીકા, પોરબંદર સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લાઓમાં તથા સિહોર સહિતના જીલ્લાઓમાં લોકો દહેશતમાં આવી ગયા હતા. વાવાઝોડાની ગતિ 150 કિલોમીટર સુધી પહોંચી શકે છે તેવી ચેતવણીના કારણે જબરા વિનાશનો ભય હતો. તથા ભારે વરસાદથી રાત્રીના વિજ પુરવઠો ખોરવાશે તેવી ચિંતા હતી. તેની પુરી રાત્રીના લાખો લોકોએ તેમના ઘરમાં પણ જયાં વિજળી ઉપલબ્ધ હતી ત્યાં ટીવી ચેનલોના રીપોટીંગ પર અને મોબાઈલ પર વાવાઝોડાના અપડેટ મેળવ્યા હતા.
તોફાની પવન અને ભારે વરસાદના કારણે લોકો રાત્રીના ઉંઘી શકયા ન હતા. કચ્છના લોકોને તો 25 વર્ષ પુર્વેના કંડલાના વાવાઝોડાની યાદ તાજી થઈ હતી અને રાત્રીના 1.30 કલાકે વાવાઝોડુ તેની ‘આઈ’ સાથે પુરી તાકાતથી લેન્ડફોલ કરે તે સમયે પવનની ગતિ સૌથી વધુ હશે તેવા સંકેત નથી પણ છેલ્લે છેલ્લે વિનાશ વેરાશે તેવી દહેશત હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ જયારે લેન્ડફોલ થયું તો 13 કિમીની ગતિએ તે જમીન પર આવ્યું હતું. વાવાઝોડાની તે સમયે પવનની ગતિ 115-125 કીમી હતી અને તે જયારે વાવાઝોડાની આંખ લેન્ડફોલ થઈ તો તેની ગતિ 140 કીમીની હતી અને તેની પુછડી પસાર થઈ તો તે સમયે 70-80 કિમીની હતી અને આઠ જીલ્લામાં તેની અસર હતી.