Connect with us

Palitana

પાલીતાણા ડુંગરની ગોદમાં આવેલ ગનધોળ ગામમાં કરવામાં આવેલી રોશનીથી રાની પશુઓના ભય સામે સુરક્ષાનો ભાવ કેળવાયો

Published

on

The lighting in Gandhol village in the lap of Palitana hill created a sense of security against the danger of Rani cattle.

ભાવનગરના પાલીતાણા આસપાસ આવેલા ડુંગરમાં રાની પશુઓ વસતાં હોવાથી ગમે ત્યારે રાતના સમયે તેઓ વિહાર કરતાં- કરતાં આસપાસના ગામમાં પહોંચી જતાં હોય છે. જેને લીધે સ્થાનિક પશુપાલકોના પશુઓ ઉપરાંત મનુષ્યોને પણ આ હિંસક પ્રાણીઓથી ડર રહેતો હોય છે. ઘણીવાર અંધારાના લીધે રાની પ્રાણીઓ અને મનુષ્ય સામસામે આવી જતાં જાનમાલની નુકસાની થાય છે.

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે શ્રી શારદાબેન ઉત્તમલાલ મેહતા ટ્રસ્ટ દ્વારા પાલીતાણાનાં ગનધોળ ગામમાં ૯૦ જેટલી સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવી છે.

આખાં ગામમાં દિપાવલી પહેલાં રોશની પ્રગટી ઉઠતાં ગામની રોનક પણ બદલાઈ છે અને ગામમાં ફેલાયેલો જંગલી પ્રાણીઓનો ભય પણ દૂર થયો છે.

The lighting in Gandhol village in the lap of Palitana hill created a sense of security against the danger of Rani cattle.

આ સાથે ગ્રામજનોમાં સુવિચારોનું પ્રસરણ થાય તે માટે સુવિચારોના આલેખન સાથેના બોર્ડ સ્ટ્રીટ લાઈટના થાંભલા પર મુકવામાં આવ્યાં છે.

ગણધોળ ગામ જંગલની ખૂબ જ નજીક છે. જેને લીધે વન્ય પ્રાણીઓનો રાતના સમયમાં માલ ઢોર અને મનુષ્યને ખૂબ જ ભય રહેતો હતો. પરંતુ ગામમાં આ સ્ટ્રીટ લાઈટ લાગી જવાથી એ ભય દૂર થયો છે.

Advertisement

શેઠ આનંદજી કલ્યાણજી પેઢીના માધ્યમથી શેત્રુંજય યુવક મંડળ આવાં ભગીરથ કાર્યને વધુ બળ મળે એવી ગામની બહેનોએ શેત્રુંજય યુવક મંડળના યુવકો ને આશીર્વાદ આપ્યાં હતાં. આ કાર્યથી સરપંચ સહીત ગામ લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે.

આમ, સામાન્ય રીતે દિવાળી એ પ્રકાશ પર્વ છે પરંતુ આ ગામમાં આ પ્રકાશના ફેલાવાથી દિવાળી પહેલાનો દિવાળીનો આનંદ ફેલાયો છે અને એક સુરક્ષાનો ભાવ કેળવાયો છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!