Sihor
ગૌતમેશ્વર તળાવ ની સપાટી ૨૨.૫ ફૂટ એ પહોંચી – સતત ધીમા વરસાદ ને લઈને નવા નીરની આવક શરૂ…
દેવરાજ
- સિહોર માટે આનંદો…
સિહોર શહેર અને તાલુકાની અંદર છેલ્લા ૨૪ કલાકથી ધીમીધારે વરસી રહેલા વરસાદને લઈને જીવાદોરી ગોતમેશ્વર તળાવ ની અંદર નવાનીરની સતત આવક ચાલુ છે ત્યારે હાલમાં આજના દિવસે સિહોર ગૌતમી તળાવની અંદર સાડા બાવીસ ફૂટે સપાટી પહોંચી હતી ત્યારે સિહોર શહેર અને સિહોર તાલુકાના આજુબાજુના લોકોને માટે આનંદની વાત છે કે આપણા સિહોરના ગોતમેશ્વર તળાવમાં હાલના તબક્કે ગૌતમેશ્વર તળાવમાં ઝીણું ઝીણું પાણીની આવક ચાલુ હોય અને હાલની આજની સપાટીમાં સતત ધીમીધારે વધારો થતો જોવા મળી રહ્યો છે.