Gujarat
જંત્રીના દરમાં થયેલો વધારો હાલ પૂરતો મોકુફ
બરફવાળા
- બિલ્ડર એસોસીએશનના વિરોધ બાદ સરકારે નવી જંત્રીના અમલમાં બે મહિનાની રાહત આપી : ૧૫ એપ્રિલથી અમલી બનશે : રાજ્યના રિયલ એસ્ટેટ અને જનહીતમાં CMનો મહત્વનો નિર્ણય
જંત્રીમાં થયેલા બમણા વધારા સામે રિઅલ એસ્ટેટ સેકટરના સ્ટેક હોલ્ડરની રજૂઆતોને પગલે સરકારે નવા રેટસના અમલ ઉપર હાલ પૂરતી બ્રેક મારી અને ૧૫ એપ્રિલથી નવો વધારો કરવાનો નિર્ણય કરાયો. અગાઉ ૪ ફેબ્રુઆરીના રોજ લાગૂ કરવાની વાત હતી. સરકારના આ નિર્ણયને ક્રેડાઇએ આવકાર્યો છે અને કહ્યું કે આ નિર્ણય પ્રજાના હિતમાં લેવાયો છે તેને અમે આવકારીએ છીએ. રાજ્યના રિયલ એસ્ટેટ અને જન સામાન્યતા હીતમાં મુખ્યમંત્રી પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. રાજયમાં નવી જંત્રી અંગે સરકારે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. નવી જંત્રીના દરના અમલની સમય મર્યાદા વધારાઈ છે. નવી જંત્રીનો અમલ હવે ૧૫મી એપ્રિલથી થશે. અગાઉ ૪ ફેબ્રુઆરીથી નવી જંત્રીનો દર અમલમાં મુકાયો હતો. હવે નવી જંત્રીનો અમલ ૧૫મી એપ્રિલથી થશે. આમ, નવી જંત્રીના અમલમાં બે મહિનાની રાહત અપાઇ છે.
નોંધનીય છે કે, નવી જંત્રીના દરનો અમલ હાલ પુરતો મોકૂફ રખાયો છે. અગાઉ નવી જંત્રીમાં ૧૦૦ ટકાનો વધારો કરતા બિલ્ડર્સ એસોસિશને વિરોધ કર્યો હતો. બિલ્ડર્સ એસોસિએશને મે સુધીના સમયની માગ કરી હતી. ક્રેડાઇના પ્રતિનિધિઓએ ‘સ્થળ સ્થિતિને ધ્યાને રાખીને તેમાં યોગ્ય રીતે પાંચથી ૫૦ ટકા સુધીનો વધારો અને ત્યારબાદ પ્રત્યેક નવા વર્ષે જંત્રીમાં બે ટકા વધારો કરવા’ રજૂઆત કરી હતી. પહેલી ફેબ્રુઆરીની આ બેઠક બાદ ચોથી ફેબ્રુઆરીએ મહેસૂલ વિભાગે ૧૨ વર્ષ જૂની જંત્રીના દરો સાગમેટ ૧૦૦ ટકા વધાર્યા. રાતોરાત પાંચ ફેબ્રુઆરીથી તેના અમલની જાહેરાત થતા નારેડકોના પ્રતિનિધિઓએ ‘તત્કાળ અમલને બદલે વાંધા સૂચનો માટે ૬૦થી ૯૦ દિવસનો સમય આપી સુધારા વધારા સાથે અમલ કરવા’ માંગણી કરી હતી. આથી CMOમાં મળેલી હાઇલેવલ બેઠકમાં આ બંને પ્રમુખ માંગણી-રજૂઆતને ધ્યાને લઇ નવી જંત્રીના અમલમાં આંશિકપણે રાહત આપવા પરામર્શની ગઇકાલે રાત્રે જ શરૂઆત થઇ ગઇ હતી.