Offbeat
શિકારી ખુદ બન્યો શિકાર! નદીમાંથી કૂદીને ગળામાં ખુચાડી સોઈ, પાણીમાં ડુબાવીને મારવાની કરી હતી તૈયારી
માણસને માછલી પકડવી બહુ ગમે છે. માછીમારી દરમિયાન પકડાયેલી માછલીને રાંધવાની અને ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે માછલી માણસનો શિકાર કરતી હોય? તમે મોટા શાર્ક હુમલાના સમાચાર સાંભળ્યા જ હશે. પરંતુ ઈન્ડોનેશિયામાં તેના મિત્રો સાથે માછીમારી કરવા ગયેલા એક છોકરા પર માછલીએ નદીમાંથી કૂદીને હુમલો કર્યો હતો. હા, આ હુમલામાં છોકરાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને જીવ બચાવવા માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
માછલીઓના હુમલાની આ ઘટના ઈન્ડોનેશિયાની છે. વર્ષ 2020 માં, જાન્યુઆરી મહિનામાં, 16 વર્ષીય મુહમ્મદ ઈદુલ તેની મિત્ર સારી સાથે માછીમારી કરવા ગયો હતો. બંને સાઉથ ઈસ્ટ સુલાવેસી પ્રાંતના દરિયામાં માછીમારી કરવા ગયા હતા. બધુ બંનેના પ્લાન પ્રમાણે ચાલતું હતું. બંનેને આશા હતી કે તેઓ ઘણી માછલીઓ પકડશે. સાંજે માછીમારી કરતી વખતે અચાનક બોટમાંથી સારીએ ફ્લેશ લાઈટ ચાલુ કરી દીધી. બસ આ સમયે એક માછલીએ કૂદીને ઈદુલ પર હુમલો કર્યો.
ગળામાં ખુચાડી દીધી સોઈ
ઈદુલ પર નીડલ ફિશ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેણે તેનું તીક્ષ્ણ સોય જેવું મોં ઈદુલના ગળામાં દાટી દીધું હતું. આ હુમલા બાદ ઈદુલ નદીમાં પડ્યો હતી. માછલી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. થોડા સમય માટે એવું લાગતું હતું કે તે બેહોશ થઈ જશે અને પાણીમાં ડૂબી જશે. ઈદુલના ગળામાં લટકતી આ માછલીએ તેનો જીવ લેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈદુલે માછલીને ઝડપથી પકડી લીધી જેથી તે હલનચલન ન કરી શકે અને તેનું પોઈન્ટેડ મોં વધુ અંદરન નાખી શકે
ડોક્ટરો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા
ઈદુલના મિત્રએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં તબીબો પાસે યોગ્ય સાધનો ન હોવાને કારણે તેઓએ માત્ર માછલીના શરીરને કાપીને અલગ કર્યું હતું. તેનું મોં એ જ રીતે ગળામાં અટવાઈ ગયું. બાદમાં ઈદુલને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પાંચ ડોક્ટરોની ટીમે તેનું ઓપરેશન કરીને તેનું મોં બહાર કાઢ્યું હતું. ઈદુલની ગરદનમાં ઊંડો કટ હતો, જે ઘણા દિવસો પછી સાજો થઈ ગયો.