Connect with us

Sihor

સિહોરના આ યુવકની માનવતા હૈયે કોતરાઈ ગઇ ; કામ એવું કર્યું કે તમે બોલી ઉઠશો વ્હા…..

Published

on

The humanity of this young man of Sihore was engraved in his heart; The work was done in such a way that you will speak up.

બરફવાળા

માછલીઓને ચણ નાખવા ગયેલ યુવકે એવું કામ કર્યું કે જોઈને આંખો અંજાય ગઈ, સિહોરના જીવદયા પ્રેમી આ યુવકે 50 થી વધુ માછલીઓનું રેસ્ક્યુ કરી માછલીઓને બચાવી લીધી – જીવના જોખમે કલાકો સુધી ગંદકી ગારો કીચડ ખૂંદી માછલીઓને સજીવીત કરી, યુવકની ચોમેર પ્રશંસા

માનવ બની માનવને હણે છે?… હે માનવ.., તને હૈયું નથી કે શું? તને તો કુદરતે તારી વેદના અન્યને કહેવા માટે વાચા આપી પરંતુ… આજે તું અબોલ જીવને હેરાન કરે છે.., તું ભાન ભુલી ગયો કે શું? અન્ય જીવને તો તે હેરાન કર્યા પરંતુ તું આજે તારા જેવા માનવોને જ ષડયંત્ર કરી મૃત્યુને ઘાટ ઉતારવા કાર્ય કરી રહ્યો છો…? જરૂર આજે ફરી તું વિનાશના માર્ગે જઈ રહ્યો છો. જરૂર તું તારા જ વિનાશના માર્ગે જઈ રહ્યો છે. જરૂર તું માનવતા ચૂકી ગયો છે. હાલના સમયમાં ઉપરોક્ત ઉક્તિ બરાબર સાર્થક બની છે પરંતુ સિહોરના આ યુવકની માનવતા અને પશુઓ પ્રત્યેનો પ્રેમ હૈયે કોતરાઈ જાય તેવો છે, સિહોરના એક યુવકે કલાકો સુધી ગારો અને કીચડ ખૂંદીને 50 થી વધુ માછલીઓ સજીવીત કરી છે.

The humanity of this young man of Sihore was engraved in his heart; The work was done in such a way that you will speak up.

આજના કળયુગમાં સ્વાર્થ વગર કંઈ કામ થતું નથી પરંતુ આ કળયુગમાં એવા પણ વ્યક્તિઓ છે જેઓની સેવા-ચાકરીના કારણે આજે માનવતા મહેંકાવે છે. સિહોરના એક યુવક નાની ઉંમરે ગૌતમ કુંડ ખાતે રોજિંદી પ્રક્રિયા મુજબ માછલી અને પક્ષીને ચણ નાખી માનવતાનું કામ કરે છે. રોજિંદી પ્રક્રિયા મુજબ આજે એ યુવક ગૌતમ કુંડ ખાતે માછલી ને ચણ નાખતી વેળાએ આજુબાજુમાં કીચડ અને ગંદકીમાં માછલીઓને તડફડતા જોઈએ આ યુવકે તુરંત એક ક્ષણની રાહ જોયા વગર બાજુમાં ગૌતમેંશ્વર મંદિરેંથી પ્લાસ્ટિક ટબ , અને લોખંડનો જારો લાવીને એક એક માછલીઓને ગારા અને ગંદકી માંથી બહાર કાઢીને પાણીમાં નાખી ફરી સજીવીત કરી છે કલાકો સુધી અંદાજે 50 થી વધુ માછલીઓનું રેસ્ક્યુ કરીને બચાવી નવું જીવન આપ્યુ છે. આજના આ સમયમાં પશુ પક્ષી પ્રત્યેનો જીવદયા પ્રેમ અને આ યુવકની લાગણી હૈયામાં કોતરાઈ જાય તેવી છે

Advertisement
error: Content is protected !!