Connect with us

Bhavnagar

કથિત બનાવટી રેશન કાર્ડ કૌભાંડ બાબતે હાઇકોર્ટે ભાવનગર કલેક્ટરને નોટિસ પાઠવી

Published

on

the-high-court-issued-a-notice-to-the-bhavnagar-collector-regarding-the-alleged-fake-ration-card-scam

એસપી અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ડાયરેક્ટોરેટ તેમજ સરકારને પણ નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ

ભાવનગર જિલ્લામાં કથિત બનાવટી રેશનકાર્ડ કૌભાંડ મામલે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી થતા હાઇકોર્ટે ભાવનગર કલેક્ટર, એસપી અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ડાયરેક્ટોરેટ તેમજ સરકારને પણ નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. પીઆઈએલમાં આક્ષેપ થયા છે કે, આ કૌભાંડમાં એક જ વ્યક્તિ કે કુટુંબના નામે બે રેશનકાર્ડ બન્યા છે. ઉપરાંત અસ્તિત્વ જ ન હોય તેવા વ્યક્તિના નામે પણ રેશનકાર્ડ બન્યા છે. એ સિવાય કુટુંબમાં ન હોય તેવા વ્યક્તિના નામ રેશનકાર્ડમાં ઉમેરી ગેરકાયદે સરકારી લાભો મેળવી છેતરપીંડી થઇ છે. કૌભાંડમાં આવી વ્યક્તિઓ સાથે વિક્રેતાઓ અને દુકાન માલિકો અને સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું કહેવાયું છે. આમ કરોડોનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.

the-high-court-issued-a-notice-to-the-bhavnagar-collector-regarding-the-alleged-fake-ration-card-scam

જેમાં પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સ્કીમ (પીડીએસ) હેઠળ ગરીબો માટેના અનાજને રેશનની દુકાનના માલિકો દ્વારા અનાજના જથ્થાનો ખોટો સંગ્રહ કરીને ખુલ્લા બજાર તરફ વાળવામાં આવી રહ્યું છે. પીઆઈએલ પર ગુજરાત હાઇકોર્ટમાં ગત તા.20/6/2023 ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદારના એડવોકેટ પ્રશાંત ચાવડાએ હાઇકોર્ટ સમક્ષ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને ડુપ્લીકેટ રાશન કાર્ડ દ્વારા કરવામાં આવી રહેલ કૌભાંડ તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. ચીફ જસ્ટિસે દલીલો અને પુરાવાને ધ્યાને લઈ ભાવનગર કલેક્ટર, એસપી ઉપરાંત ડાયરેક્ટોરેટ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર તેમજ ભાવનગર અને રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ કરી પોતાનો જવાબ હાઇકોર્ટ સમક્ષ રજુ કરવા આદેશ કર્યો હતો.

Continue Reading
Advertisement
error: Content is protected !!