Sihor
સિહોરમાં યુવતીઓ અને મહિલાઓ માટે છેલ્લા એક માસથી ચાલતા નિઃશુલ્ક કરાટે કેમ્પનું સમાપન

દેવરાજ
સિહોરમાં યુવતીઓ અને મહિલાઓ માટે નિઃશુલ્ક કરાટે કેમ્પનું યુવા યુગ પરિવર્તન દ્વારા આયોજન કરાયું હતું, આજે સમાપન દિવસે મિલન કુવાડિયાની વિશેષ ઉપસ્થિતિ
દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી પરંતુ યુવતીઓ સ્ત્રીઓની છેડતી બળાત્કાર અત્યાચારમાંથી સંપૂર્ણ આઝાદી મુક્તિ મળી નથી યુવતીઓ સ્ત્રીઓ અને સ્વરક્ષણની તાલીમ જરૂરી છે માટે સરકારે તો કમર કસી છે. પરંતુ સિહોર યુવા યુગ પરિવર્તન સંસ્થા છેલ્લા બે વર્ષથી વેકેશન દરમિયાન યુવતીઓ અને મહિલાઓ માટે છેલ્લા નિઃશુલ્ક કરાટે કેમ્પ ચલાવે છે.
યુવતીઓ અને મહિલાઓ સાથે અવારનવાર છેડતી અને બળજબરીની ઘટના બનતી અટકાવવા અને આવી ઘટનાઓ સમયે મહિલાઓ સ્વરક્ષણ કરી શકે તે માટે આ વર્ષે પણ યુવતીઓ તેમજ મહિલાઓને કરાટેની તાલીમ આપવા સિહોર યુવા યુગ પરિવર્તન દ્વારા એક માસ માટે કરાટે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થિનીઓ તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનું આજે સમાપન થયું હતું. રાજ્યમાં અવારનવાર યુવતીઓ અને મહિલાઓ સાથે છેડછાડ તેમજ બળજબરીના બનાવો બનતા હોય છે.
ત્યારે આવા બનાવો સમયે યુવતીઓ તેમજ મહિલાઓ બચાવ માટે કોઇના પર નિર્ભર ન રહે અને જાતે જ પોતાનો બચાવ કરી શકે તે માટે સિહોર યુવા યુગ પરિવર્તન દ્વારા ગર્લ્સ સ્કુલ ખાતે યુવતીઓ તેમજ મહિલાઓ માટે નિઃશુલ્ક બે દિવસ કરાટે તાલીમ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં બાળકીઓથી લઈ દિકરીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પમાં કરાટે કોચ દ્વારા યુવતીઓ અને મહિલાઓને કરાટેના વિવિધ પ્રકારના દાવની તાલીમ આપવામાં આવી હતી. જેથી કોઈ બળજબરી કરે તો યુવતીઓ કે મહિલાઓ પ્રતિકાર કરી જાતે જ તેમનો બચાવ કરી શકે અને આ કેમ્પમાં સ્વરક્ષણ માટે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પના સમાપન દિવસે આજે મિલન કુવાડિયા, મલય રામાનુજ, કૌશિક વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.