Connect with us

Bhavnagar

રાજેશ જાેશીના નિવાસસ્થાને ગોળીબાર હનુમાનજી મંદિરનો રામ દરબાર ધર્મોત્સવ બન્યો

Published

on

The firing at Rajesh Jayesh's residence turned into a Ram Darbar religious festival of the Hanumanji temple

જશ જોષી

ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણા, હરૂભાઇ ગોંડલિયા, અમોહ શાહ, ભરતસિંહ ગોહિલ, ભાજપના મહિલા નેતા આરતી જાેશી, સુરેશ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા ; સુંદરકાંડના ૫૯ અને ૬૦ ના દુહા સાથે દોઢ વર્ષ બાદ રાજેશ જાેશીના નિવાસસ્થાને પૂર્ણાહૂતિ અને નવા સુંદરકાંડનો પ્રારંભ પણ થયો

The firing at Rajesh Jayesh's residence turned into a Ram Darbar religious festival of the Hanumanji temple

ભાવનગરના પત્રકાર રાજેશ જાેશીના સ્વ.પિતાજી જટાશંકરભાઇની પૂણ્યસ્મૃતિમાં તેમના નિવાસસ્થાન સુમન ટાઉનશીપ, એરપોર્ટ રોડ ખાતે શનિવારે અખાત્રીજના પાવન પર્વે ગોળીબાર હનુમાનજી રામદરબાર પરિવારનો રામદરબાર યોજાયો હતો જેમાં રાજકિય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક વિસ્તારના લોકો, પત્રકારો, પોલીસ વિભાગના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ રામદરબાર ધર્મોત્સવ બની ગયો હતો. હનુમાનજી મહારાજની ભક્તિમાં લોકો મગ્ન થઇ ગયા હતા અને એક એક ભજનો પર લોકો કરતાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા. સ્થાનિક વિસ્તારના બહેનો દ્વારા પણ રામ દરબાર પૂર્વે ભગવાનની ભક્તિ અને માતાજીની આરાધના કરવામાં આવી હતી.

The firing at Rajesh Jayesh's residence turned into a Ram Darbar religious festival of the Hanumanji temple
શનિવારે યોજાયેલા આ રામદરબારમાં ગોળીબાર હનુમાનજી રામદરબાર પરિવારના રાકેશભાઇ વ્યાસ, દિલીપભાઇ સોની સહિતના તમામ સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાનજી મહારાજની ચોપાઇ સહિતની રચનાઓ પર ઉપસ્થિતોના તન-મન ડોલાવી દિધા હતા અને માહોલ ભક્તિમય બની ગયો હતો. યોગાનુયોગ ગોળીબાર હનુમાનજી રામ દરબાર પરિવાર દ્વારા સુંદરકાંડના જે દોહા ગાવામાં આવે છે તે દોહા દોઢ વર્ષ બાદ પૂર્ણ થતા હોય છે અને તે અવસર રાજેશ જાેશીના નિવાસસ્થાને અખાત્રીજ અને પરશુરામ જયંતિના દિવસે જ આવ્યો હોય આ શુભ સમન્વય ને રામદરબાર પરિવારે હનુમાનજી મહારાજની કૃપા અને આશીર્વાદ ગણાવ્યા હતા. સુંદરકાંડના પાઠની પૂર્ણાહૂતી પણ થઇ હતી અને નવા સુંદરકાંડની શરૂઆત પણ અહિંથી જ થઇ હતી. આ સમારોહમાં યજમાન પરિવારના હસ્તે મહાઆરતી બાદ રામ દરબાર પરિવાર દ્વારા યજમાન પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું અને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.

The firing at Rajesh Jayesh's residence turned into a Ram Darbar religious festival of the Hanumanji temple

આ અવસરે ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા, ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ અને રાજ્યના પછાત વર્ગ વિકાસ નિગમના પૂર્વ ચેરમેન હરૂભાઇ ગોંડલિયા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને બાડાના પૂર્વ ચેરમેન અમોહ શાહ, નંદકુંવરબા મહિલા કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી અને મહુવાના પ્રભારી ભાજપના ભરતસિંહ ગોહિલ, ફિલ્મ અભિનેત્રી અને ભાજપની મહિલા નેતા આરતી જાેશી, સોલક્કિ કેબલના સંચાલક સુરેશભાઇ ત્રિવેદી, લીલાગૃપના ગીરીશભાઇ રામૈયા, હર્ષાબેન રામૈયા, કેતનભાઇ વ્યાસ, સિહોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જુના જનસંઘી મનુભાઇ દિક્ષીત (ડીગાજી), ભાજપના અગ્રણી નેતા રાકેશભાઇ અજવાળીયા, સુરેશભાઇ માંગુકિયા, એક્સલ ઇન્ડસ્ટ્રીઝના વિજયભાઇ ભટ્ટ, અગ્રણી મહિલા શિક્ષણવિદ રેશ્માબેન ભટ્ટ, ડાॅ.મીનાબેન ગોંડલિયા, તપોધન બ્રહ્મસમાજના ભાવનગરના અગ્રણી રમેશભાઇ, ભૂપેન્દ્રભાઇ, ભાજપના અગ્રણી નેતા કિરીટભાઇ હાડા, કૌશિકભાઇ ચાંદલિયા, ધમભા ગોહિલ, ભાજપના કમલેશભાઇ ઇમરજન્સી સહિત વિવિધ રાજકિય પક્ષના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સ્થાનિક વિસ્તારના રહિશો, પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!