Connect with us

Sihor

સમસ્ત બ્રહ્મસમાજ ભગવાન પરશુરામની ભકિતમાં રસતરબોળ : સિહોરમાં ભવ્ય શોભાયાત્રા નિકળી

Published

on

The entire Brahmo society is immersed in the devotion of Lord Parashuram: A grand procession takes place in Sihore.

પવાર – બુધેલીયા

શહેરમાં ‘જયશ્રી પરશુરામ’નો નાદ ગુંજી ઉઠયો, પરશુરામ ગ્રુપ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીનો આજે પ્રાગયોત્સવ સિહોર સહિત સમગ્ર જિલ્લામાં ઉમંગભેર ઉજવાયો છે, ઠેર ઠેર શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો થયા હતા. આજે જોગાનું જોગ એક સાથે ત્રણ તહેવારોનું સંગમ થઈ રહ્યો છે મુસ્લિમ બિરાદરો પોતાના રમજાન માસના પવિત્ર રોજા રાખી અને ઈદની શાનદાર ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે બ્રાહ્મણ ભૂદેવો દ્વારા પરશુરામ જયંતિ ની પણ ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આજે શહેરમાં ધામધૂમ પૂર્વક પરશુરામ જયંતિની પણ ઉજવણી થઈ ગઈ છે બ્રાહ્મણ યુવા વર્ગમાં પરશુરામ જયંતીનો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. બ્રહ્મસમાજના ઇષ્ટ દેવ ભગવાન પરશુરામ દાદાના પ્રાગટય દિન આજે ભવ્ય શોભાયાત્રા જયશ્રી પરશુરામના નાદ સાથે નીકળી હતી. ભૂદેવોમાં ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગઇકાલે બપોર બાદ પરશુરામ ભગવાનના પ્રાગટય દિનની પૂર્વ સંધ્યાએ પરંપરાગત રીતે દરેક ભુદેવોના ઘરના આંગણે કલર કલર રંગોળીઓ, ફટાકડાની આતશબાજી દ્વારા અનેરી ઉજવણી કરવામાં આવી હતી શોભાયાત્રા સાથે મહાઆરતી સમુહ પ્રસાદ આયોજનો થયા હતા.

સિહોરમાં પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ખારાકુવા ચોક ખાતેથી ભગવાન પરશુરામની ભવ્ય રેલી કાઢીને સિહોરના રાજમાર્ગો પર ફેરવીને બપોરના બંધન પાલ્ટી ખાતે પહોચી હતી. આ રેલીમાં બ્રહ્મસમાજના તેમજ રાજકીય આગેવાનો જોડાયા હતા અને બ્રહ્મચોર્યાસીની દરેક ભક્તજનોએ પ્રસાદી લીધી હતી. આ શોભાયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેથી સિહોર પોલીસ દ્વારા સખત બંદોબસ્ત જાળવ્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!