Bhavnagar
ભાવનગરની મેડીકલ કોલેજમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ડોક્ટર અંતે બે વર્ષ માટે સસ્પેન્ડ
પવાર
વિદ્યાર્થી ઉપર શારીરિક અડપલા અને જાતીય શોષણની ઘટનાના ઘેરા પડઘા
ભાવનગર મેડીકલ કોલેજમાં દસેક દિવસ પહેલા કોલેજના રેસીડેન્ટ ડોક્ટરે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર જાતીય સતામણી તેમજ શારિરીક અડપલાં કર્યા હતા .જેથી ભાવનગર શહેર જિલ્લામાં આ કૃત્યથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવથી વિદ્યાર્થીઓમાં રેસીડેન્ટ ડોક્ટર વિરુદ્ધ ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી હતી સાથે સાથે આ ડોક્ટર વિરુદ્ધ અરજી તેમજ ફરિયાદ કરવા છતા પોલીસે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ ન લેતા મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ પણ ફિટકારની લાગણી પ્રસરાવી હતી. જો કે, આખરે કોલેજના ડોક્ટરને દસેક દિવસ બાદ સત્તાવાર ધરપકડ કરી લીધી છે. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડો.હરીશ વૈગીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર શારિરીક અડપલા તેમજ જાતીય શોષણ કર્યું હતું.
જેની વિદ્યાર્થીએ સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે દસેક દિવસ બાદ ડોક્ટર હરીશ વૈગીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી આખરે તેને જેલહવાલે કરાયો હતો. આ કોલેજમાં અવાર નવાર ચોંકાવનારા કિસ્સાઓ શિક્ષક તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બહાર આવે છે. અગાઉ અમુક શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ડ્રગ્સ જેવા નશીલાં પદાર્થ સાથે ઝડપી લીધા છે તેમજ જાતિય સતામણીના કિસ્સાઓ પણ અગાઉ બહાર આવ્યા છે. ત્યારે તેની જેવો જ એક કિસ્સો ગત તા. 12-5ના રોજ મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડો.હરીશ વૈગીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર શારિરીક અડપલા તેમજ જાતીય શોષણ કર્યું હતું. જેની વિદ્યાર્થીએ સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે દસેક દિવસ બાદ ડોક્ટર હરીશ વૈગીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી આખરે તેને જેલહવાલે કરાયો હતો. દરમિયાન ડોક્ટર હરેશ વૈગીને બે વર્ષ માટે કોલેજ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.