Bhavnagar
ભેદ ઉકેલાયો ; સિહોર તાલુકાના અલ્પેશ અને મયુરને એલસીબી પોલીસે બાઈક ચોરીના મામલે ઝડપી લીધા
પવાર
ભાવનગર એલસીબી પોલીસે બાઈક ચોરી મામલે વરલના મયુર અને અલ્પેશ બન્ને શખ્સોને ચોરીના બાઈક સાથે ઝડપી પાડ્યા, બન્નેએ બે દિવસ પહેલા ટાણા ગામેં આવેલ ગણેશ એગ્રો નજીકથી ચોરી કર્યાની કબૂલાત આપી
સિહોર ગ્રામ્ય વિસ્તારમાં એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બે બાઈક ચોરોને બાઈક સાથે ઝડપી બે દિવસ પૂર્વે ટાણા ગામે થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એલસીબી પોલીસ નો સ્ટાફ પેટ્રોલીંગ માં હોય એ દરમ્યાન વરલ ગામે બીપીએલ વિસ્તારમાં બે શખ્સો શંકાસ્પદ હાલતે ઉભા હોઈ જે બાતમીના આધારે પોલીસે રેડ કરી આ શખ્સોની અટકાયત કરી નામ સરનામાં સાથે તેની પાસે રહેલ બાઈક ની આરસી બૂક લાઈસન્સ વગેરે દસ્તાવેજો તપાસ માટે માંગતા બંને શખ્સોએ પોતાના નામ જણાવેલ જેમાં (૧) અલ્પેશ ઉર્ફે હફો સવજીભાઇ ડાભી ઉ.વ.૩૭ રહે વરલ સિહોર (૨) મયુર ઉર્ફે મહેશ ઘેલાભાઇ મકવાણા ઉ.વ.૨૫ રહે વરલ સિહોરવાળા હોવાનું જણાવેલ હતું.
આ શખ્સો પાસેથી બાઈક અંગે માલિકીનો કોઈ આધાર-પુરાવો કે સંતોષકારક જવાબ ન આપી શક્તા બંને શખ્સોએ આ બાઈક આજથી બે દિવસ પહેલા ટાણા ગામે ગણેશ એગ્રો પાસેથી ચોરી કરી ફેરવતાં હોવાની કબૂલાત કરતાં પોલીસે રૂપિયા 10 હજારની કિંમત નું બાઈક કબ્જે કરી વાહન ચોરી નો ભેદ ઉકેલી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.