Sihor
હીરા ઉદ્યોગની મંદી આખા પરિવારને ભરખી ગઈ

બરફવાળા
સિહોરના પાડાપણ ગામના સગા ભાઈ- બહેનના ઝેરી દવા પી આપઘાત, બંનેના મોત
તાજેતરમાં બે મહિના પહેલા મૃતકના માતા-પિતા અને ભાઈ બહેને સુરતમાં આપઘાત કર્યો હતો : હિરાની મંદી અને આર્થિક ભીંસ ને કારણે એક જ પરિવારના છ વ્યક્તિના આપઘાતથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી
સિહોર ના પાડાપણ ગામે સગા ભાઈ બહેને ઝેરી દવા પી લઈ આપઘાત વહોરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરનારના માતા પિતા અને ભાઈ બહેને તાજેતરમાં બે મહિના પહેલા જ સુરત ખાતે આપઘાત કર્યો હતો. આર્થિક ભીંસને કારણે માતા-પિતા બાદ ભાઈ- બહેન સહિત પરિવારના છ વ્યક્તિઓએ આપઘાત હોળી લેતા સમગ્ર પંથકમાં શોક સાથે અરેરાટીની લાગણી ફેલાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોરના તાલુકાના પાડાપણ ગામે રહેતા ઋષિતાબેન વિનુભાઈ મોરડીયા ઉ.વ. ૨૫ વર્ષ અને તેનાં ભાઇ પાર્થ વિનુભાઈ મોરડીયા ઉં.વ.21 નામના સગા ભાઈ બહેને તેના ઘેર ઝેરી દવા ગગડાવી આત્મહત્યા વહોરી લીધી હતી. આ બનાવ ની જાણ થતા જ શિહોર પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે ગ્રામ્ય જનોના ટોળેટોળા દોડી આવ્યા હતા. આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી આ મુજબ આજે જે ભાઈ બહેને આપઘાત વહોળી લીધો છે તેના માતા પિતા અને ભાઈ બહેનેએ તાજેતરમાં ગત તા. 8 જૂનના રોજ સુરત ખાતે આર્થિક સંકડામણથી સજોડે આપઘાત વહોરી લીધો હતો. તે સમયે ભાઈ -બહેન વતનમાં હોય બચી ગયા હતા. પરંતુ બે મહિના બાદ આજે બચી ગયેલ ભાઈ બહેનને પણ આપઘાત વહોરી લીધો છે. આમ નાણાકીય ભીંસને કારણે અને માતા- પિતા બાદ ભાઈ- બહેને આપઘાત વહોરી લેતા એક જ પરિવારના તમામ ચાર સભ્યો કમોતથી સમગ્ર પંથકમાં અને મોરડીયા પરિવારમાં ભારે શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.
મૂળ સિહોરના પાડાપણ ગામે રહેતા અને ગુજરાન માટે સુરત ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોએ ગત જૂન માસમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા તથા પુત્રી અને પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાની હાલત વધુ ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સુરતના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુભાઈ મોરડિયા, તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. વિનુભાઈ મોરડિયાએ આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોટા ભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રુચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું.