Bhavnagar
સિદસરથી વરતેજ રોડને જોડતો પુલ ભારે વાહનો માટે બંધ કરાયો

દેવરાજ
ભાવનગર શહેરના સિદસરથી વરતેજ રોડ ને જોડતો પુલ અત્યંત જર્જરીત પુલ ભારે વાહનો ની અવર જવર માટે બંધ કરાયો, રજવાડા ના સમયમાં 80 થી 90 વર્ષ જૂનો પુલ અત્યંત જર્જરિત બન્યો હતો, યોગ્ય સમયે સમારકામ નહિ કરવામાં આવતા પુલમાં મોટી તિરાડો પડી ગઈ છે.
તેમજ પાયા નું ધોવાણ થઇ રહ્યું છે, જેથી મનપા દ્વારા વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવી લોખંડી કમાન ઝડી દેવાઈ હતી, પરંતુ એ લોખંડી કમાન પણ તોડી નાખી પુલ પરથી હેવી લોડિંગ વાહન પસાર થઈ રહ્યા હતા.
તંત્રના ધ્યાને આવતા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં ફરી લોખંડી કમાન ઝડી દઈ ભારે વાહનો ની અવર જવર બંધ કરાઈ, હવે મોટા ભારે વાહનો સીદસર બાયપાસ પરથી આગળ જઈ શકશે.