Bhavnagar
ભાવનગર યુનિ.ના ફી વધારાના મુદ્દે આજે સભા બોલાવી નિર્ણય કરાશે

દેવરાજ
વિદ્યાર્થી હિતને લઇ વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં, એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વી.સી. ઓફીસમાં ઉગ્ર રજૂઆતો કરી
ભાવનગર યુનિવર્સિટી દ્વારા ખાનગી કોલેજોને ફી વધારો, એનરોલમેન્ટમાં ફી વધારો અને પરીક્ષા ફીમાં ફી વધારો કરવાના નિર્ણયનો વ્યાપક વિરોધ વંટોળ ઉઠતા આગામી ૨૨મીએ ઇ.સી. બોલાવવાનો નિર્ણય લેવાયો છે. મળતી વિગતો મુજબ હાલમાં થયેલ એનરોલમેન્ટ ફી વધારા તેમજ સેલ્ફ ફાયનાન્સ કોલેજોના કોર્સની ૨૦ ટકા ફી વધારા અંગેનો નિર્ણય તેમજ પરીક્ષા ફીમાં કરવામાં આવેલ ૧૦ ટકા વધારાના નિર્ણયથી સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર આર્થિક ભારણ વધી રહ્યું છે.
જે મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ ફી વધારો તાત્કાલીક અસરથી પરત ખેંચવા કુલપતિ ઓફિસમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે એનએસયુઆઇ વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ અગાઉ ફી વધારો પરત ખેંચવા રજૂઆત કરાઇ હતી. આમ વ્યાપક વિરોધ વંટોળને લઇ તાત્કાલીક અસરથી ઇ.સી.ની મિટીંગ બોલાવી વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવાય તેવી બાહેંધરી ગઈકાલે એબીવીપીને અપાઇ હતી.