Sihor
સિહોરના ધ બર્ડ મેન એટલે પીજીવીસીએલ ના કર્મચારી ધવલ રાજ્યગુરુ

દેવરાજ
ધવલ રાજ્યગુરૂ છે જેઓ પી.જી.વી.સી.એલ મા આસી – લાઈનમેન તરીકે હાલ સિહોર ટાઉન મા ફરજ બજાવી રહ્યા છે.જેઓએ પોતાની ફરજ ની સાથો સાથ જે પક્ષીઓ ,ખિસકોલીઓ, કચિડાઓ,જેવા અનેક નિર્દોષ જીવો ના જીવ વીજ શોક થી બચાવવા ની જુંબેશ એકલા હાથે પોતાનો જીવ જોખમ મા મુકી ,પોતાના ઘર, પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર ચાલુ રાખ્યો છે તે તેની પ્રશંસા કરવા માટે તો કોઈ શબ્દો જ નથી.જેઓ પોતે નિર્દોષ જીવોને અને પોતાની વીજ કંપની ને ઉપયોગી થવા જાગૃત થઈ અન્ય કર્મચારીઓ ને પણ જાગૃત કરવા એકલા હાથે તન, મન,અને ધન પ્રયત્નો કરતા હોય છ.
પીજીવીસીએલ ના એવા કર્મચારી કે જેઓએ પોતાની આગવી ઓળખ અને પોતાની કાર્ય દક્ષતા થી પોતાના ની યુ ટ્યુબ ચેનલ બનાવી વીજ કર્મચારીઓ ને લાઇનકામ કેવી રીતે કરવુ અને કઈ કઈ બાબતો નુ ધ્યાન રાખવું જોઈએ તેની વિસ્તૃત સમજ આપી.આવી ઘટના આવા કર્મચારી જેઓ કે જેઓએ પોતાની કંપની ની સાથો સાથ પ્રકૃતિના નિર્દોષ જીવો નુ જતન કરવાનું પણ જુનુન હોય,અમારી મીડિયા ટીમ આવા કર્મચારી ને દિલ થી સલામ કરે છે અને પોતાની શુભેચ્છા પણ પાઠવે છે.