Sihor
સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રગટેશ્વર બી ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાવનગરની ટિમ વિજેતા બની

દેવરાજ
સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રગટેશ્વરબી ગ્રુપ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પોન્સર તરીકે ઓમ ઇન્વેસ્ટમેન્ટ મનીષભાઈ આશીર્વાદ દ્વારા સ્પોન્સર તરીકે હાજરી આપવામાં આવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજુભાઈ નિર્મળ હિરેનભાઈ પંડ્યા વગેરે દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટની એન્ટ્રી ૩૫૦૦ રૂપિયા રાખવામાં આવી હતી. જેમાં ગઈકાલે શિહોર પ્રગટેશ્વર બી અને રામદેવપીર ગ્રુપ ભાવનગર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયું હતું જેમાં ફાઇનલમાં ભાવનગર રામદેવપીર ટીમ વિજેતા બની હતી. મોટી સંખ્યામાં આ ટુર્નામેન્ટ માં ટીમોએ ભાગ લીધો હતો.