Bhavnagar
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોમાં થયેલા નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવા APPના ધારાસભ્યએ માંગ કરી
બરફવાળા
ખેડૂતોને વળતર આપવા માંગ
હવામાન વિભાગ દ્રારા આગાહીના પગલે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ ના પગલે ખેડૂતોના પાકને નુકશાન થવા પામ્યું છે જેનો પાકોનું સર્વે કરી વળતર ચૂકવવા માટે ગારીયાધારના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી હતી. આ અંગે ગારીયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીએ મુખ્યમંત્રીને સંબોધીને ખેડૂતોના પાકનો સર્વે કરાવી વળતર ચૂકવવા પત્ર પાઠવી રજુઆત કરી છે, આ પત્રમાં ભાવનગર જિલ્લાના તાલુકાઓના ગારીયાધાર, જેસર તથા મહુવા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી પડેલો કમોસમી વરસાદ ખેડૂતોના પાક માટે આફતરૂપ સાબિત થયો. ઘઉં, ચણા, એરંડા અને ધાણાના ઉભા પાકને વ્યાપક નુકસાન થતાં હવે આ ખેડૂતો માટે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી રવિ પાકને ભારે નુકસાન થયું હતું. ગામના ખેડૂતોને એકાએક આફતનો સામનો કરવો પડ્યો હતો અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ ચણા, જીરૂ અને ઘઉંનો શિયાળામાં નુકશાન કર્યો હતો. શિયાળુ પાકને નુકસાન થયું હતું. ખેડૂતોનો ઘાસચારો પણ સુકાઈ ગયો હતો. કમોસમી માવઠું આફતમાં ફેરવાઈ જતાં પાક નિષ્ફળ ગયો હતો. ખેડૂતો માટે ઘાસચારો ન હતો. ફરી એકવાર ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.