Connect with us

Sihor

શનિવારે ઉસરડ ગામે પરમ પૂજ્ય જાયારામ બાપાની 113મી પૂર્ણતિથિ ઉજવાશે

Published

on

the-113th-birth-anniversary-of-param-pujya-jayaram-bapa-will-be-celebrated-at-usrad-village-on-saturday

દેવરાજ

  • ઉત્સવ ની તડામાર તૈયારીઓનો આખરી ઓપ, કિર્તીદાન ગઢવી શીથરભાઈ પરમાર અભેસંગભાઈ મોરી સહિતના કલાકારો કલારસ વરસાવશે, ઉસરડ ગામે હૈયેહૈયું દળાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે

કાઠિયાવાડ સાવજની ધરા છે, સાથે સાથે લાગણીથી છલોછલ આ પ્રદેશ છે. સાવજની ત્રાડથી માંડીને હૈયે ધબકતી લાગણીનો રણકાર શબ્દ-સૂરમાં ઉજાગર સાથે ઉસરડ ગામે ભવ્ય લોકડાયરાનું અભૂતપૂર્વ આયોજન થયુ છે, જેમાં નામી કલાકારો અનરાધાર વરસશે અને શ્રોતાઓ મન મુકીને ભીંજાશે. સિહોર તાલુકાના ઉસરડ ગામે પરમ પૂજ્ય જાયારામ બાપાની 113 પૂર્ણતિથી ઉત્સવની ઉજવણી થવાની છે

the-113th-birth-anniversary-of-param-pujya-jayaram-bapa-will-be-celebrated-at-usrad-village-on-saturday

ત્યારે ઉસરડ ગામે પરમ પૂજ્ય જાયારામ બાપા સેવક સમુદાય તેમજ ઉત્સવ મંડળ દ્વારા પરમ પૂજ્ય જાયારામ બાપાની 113 મી પૂર્ણ તિથિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેને લઈ પૂજ્ય જાયારામ બાપાના આશ્રમ ખાતે જાયારામ બાપા સેવક સમુદાય તેમજ ઉત્સવ સમિતિ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગુરૂવારે ધામધૂમપૂર્વક ઉજવાશે. આ પ્રસંગે ધર્મધ્વજ યાત્રા, શ્રીફળ હોમ, પ્રસાદ વિતરણ તેમજ સંતવાણી કાર્યક્રમ રાખેલ છે.

the-113th-birth-anniversary-of-param-pujya-jayaram-bapa-will-be-celebrated-at-usrad-village-on-saturday

આ ધાર્મિ‌ક પ્રસંગે સાધુ-સંતો અને સેવક સમુદાયને પધારવા આમંત્રણ પાઠવાયું છે. આ પ્રસંગને સફળ બનાવવા જાયારામ ઉત્સવ મંડળ તેમજ સેવક સમુદાય દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. સેવક સમુદાય દ્વારા દર્શનાર્થીઓ અને ભાવિ ભક્તો માટે પ્રસાદના ટ્રેક્ટરના ટ્રેક્ટરો લાડવાનો પ્રસાદ બનાવાયો છે.

the-113th-birth-anniversary-of-param-pujya-jayaram-bapa-will-be-celebrated-at-usrad-village-on-saturday

પૂજ્ય મહંત શ્રી વિજયબાપુ સતાધાર પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંત શ્રી જનકસિંહ સાહેબ પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિશંગ સાહેબ શ્રી દાદાબાપુ પચછમ ગામ ભુવાજી વિજયસિંહ બાપુ વગેરે સાધુ સંતો ઉપસ્થિત રહેશે અને વિવિધ કાર્યક્રમો યોજાશે યજ્ઞ ધજા રોપણ મંગળા આરતી સંધ્યા આરતી તેમજ રાત્રિના સંતવાણી કાર્યક્રમ યોજવાનો હોય ત્યારે તેમાં ગુજરાતના ખ્યાતનામે એવા કલાકાર કિર્તીદાનભાઇ ગઢવી શીથરભાઈ પરમાર અભેસંગભાઈ મોરી નામી અનામી કલાકારો પણ ઉપસ્થિત રહેશે અને ડાયરાની રમઝટ બોલાવશે તો દરેક ભાવિક ભક્તોને દર્શનનો લાભ અને પ્રસાદનો લાભ લેવા પધારવા પરમ પૂજ્ય જાયારામ બાપા સેવક સમુદાય તેમજ ઉત્સવ સમિતિ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!