Sihor
સિહોર સહિત રાજયભરમાં આજથી 11 દિવસના કરૂણા અભિયાનનો થયો પ્રારંભ
દેવરાજ
- ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને પતંગ દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે અભિયાનનો પ્રારંભ, કેન્દ્ર પર ઇજાગ્રસ્ત પક્ષીઓને અપાશે સારવાર, સિહોર ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો
સિહોર શહેર રાજયભરમાં આગામી તા.14 જાન્યુઆરીના પતંગરસીકો દ્વારા ઉતરાયણનો પર્વ ઉમંગભેર મનાવામાં આવનાર છે. પતંગરસીકો દ્વારા અત્યારથી જ પતંગો ચગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે પતંગ દોરાથી પક્ષીઓને બચાવા માટે સિહોર સહિત રાજયભરમાં આજથી 11 દિવસના કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે પક્ષીઓના તાત્કાલીક સારવાર માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ જીઓ અને જીવા દો ના આ જીવદયા અભિયાન સાકાર થશે.
સવારના 9 વાગ્યા પહેલા અને સાંજના 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવવા તેમજ પ્રતિબંધિત દોરા તથા કાચ પાયેલા પાકા દોરા અને તુકકલનો ઉપયોગ ન કરી પક્ષીઓના જીવન બચાવવા માટે લાગણી સભર અપીલ કરાઈ છે ઘવાયેલા પક્ષીઓને સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન પણ કરી આપવામાં આવશે. આ અભિયાનમાં કરૂણા ફાઉન્ડેશન, વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, જીલ્લા વિભાગ, પાંજરાપોળ, જીવદયા પે્રમી સંસ્થાઓ મદદરૂપ થઇ રહી છે. આ અભિયાનમાં 14 જેટલી સંસ્થાઓ જોડાઇ પક્ષીઓને બચાવવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવશે. ઉતરાયણના પર્વને અનુલક્ષીને સિહોર શહેર ખાતે શરૂ કરાયેલ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર 9409440777, 9913331222 રેન્જ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી હોટેલ વિજય પેલેસ ની સામે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે.