Sihor
લો બોલો આ તો કેવું નગર.? અન્યાય સામે ક્યાં સુધી મૂંગા મોઢે સહન કરશો.?

પવાર
સિહોર નગરપાલિકાના અમુક કર્મચારી એ એમ્બ્યુલન્સ નું ભાડું અધધધ..૮૦૦ જિકયું – કોની છત્રછાયામાં આ કર્મચારી કરી રહ્યા છે કામ?
એક તરફ રાજ્ય અને દેશમાં ભાજપ સરકાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને મદદ મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તો સિહોર નગરપાલિકામાં આસપાસ ના ગામડાંઓ ના તેમજ શહેરીજનોના લાભ માટે ૨૫૦ રૂપિયાના સેવાકીય દર સાથે આજ સુધી એમ્બ્યુલન્સ ચાલતી હતી. ત્યારે ઘણી વગરની રેઢી બનેલી પાલિકા ઉપર માતેલ સાંઢ જેવા અમુક કર્મચારીઓ જાણે હક જમાવીને બેસી ગયા હોય તેમ મનફાવે તેવા નિર્ણયો કોઈને પૂછ્યા વગર લઈ રહ્યા છે અને આ પાલિકામાં આજ દિવસ સુધી રાજ કરેલા ભાજપ ના જ સત્તાધીશો મૂંગે મોઢે તમાશો જોઈ રહ્યા છે.
મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજા ઉપર ૮૦૦ રૂપિયાનો ડામ દેતી પાલિકાના કર્મચારીઓ સામે મોઢું ખોલવાની શહેરના કોઈ રાજકીય કે સામાજિક આગેવાનમાં ત્રેવડ રહી નથી લાગતી. બાકી આ બે દિવસ થી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે તેમ કોઈ તો આગળ આવ્યું જ હોત પણ એ સત્તાધીશો ભૂલે છે કે નગરપાલિકા ની ચૂંટણી પાછળ આવે જ અને પ્રજા આ તમાશો જોવે જ છે. દર વખતે મોદી સાહેબના નામે મતો મળી જ જશે એવા શેખચલ્લી વિચારોમાંથી બહાર આવી ને લોકોની સમસ્યાઓ દૂર કરવા આગળ આવી જાજો.