Connect with us

Bhavnagar

એલ.ડી.ઓ.બાયો ડીઝલનાં વેપલા ઉપર ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ગાંધીનગરથી ટીમો ત્રાટકી

Published

on

teams-strike-from-gandhinagar-across-saurashtra-including-bhavnagar-on-ldo-bio-diesel-vepla

બરફવાળા

  • ભાવનગર રાજકોટ સહિત અનેક સ્થળોએથી 10 હજાર લીટરથી વધુ બાયોડીઝલ-એલડીઓનો જથ્થો જપ્ત: 7 જેટલા સેમ્પલો લેવાયા: લાખો રૂા.નો મુદામાલ કબ્જે કરાયો: પુરવઠા સચીવની આગેવાની હેઠળ અત્યંત ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધરાયું

ભાવનગર રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાંક સમયથી ચાલતા એલડીઓ અને બાયોડીઝલમાં ગેરકાયદે વેપલો સામે જે તે સ્થાનિક પુરવઠા તંત્ર અને પોલીસ દ્વારા બેદરકારી દાખવાતી હોય અને આ બાબતની અનેક ગંભીર ફરીયાદો ગાંધીનગર સુધી પહોંચતા રાજયના ખુદ પુરવઠા સચીવ મીણા અને ડાયરેકટર તુષાર ધોળકીયાની સીધી આગેવાની હેઠળ પૂરવઠા વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમો ગાંધીનગરથી જ સીધી રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ત્રાટકી હતી. અને બે દિવસનાં અત્યંત ગુપ્ત ઓપરેશન બાદ 10 હજાર લીટરથી વધુ ગેરકાયદેસર બાયોડીઝલ અને એલ.ડી.ઓનો જથ્થો જપ્ત કરી અને જુદા જુદા સ્થળોએ વેંચાતા બાયોડીઝલ અને એલ.ડી.ઓનાં 7 સેમ્પલો લેવામાં આવેલ હોવાનું અને પૂરવઠા વિભાગની ટીમોએ લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

teams-strike-from-gandhinagar-across-saurashtra-including-bhavnagar-on-ldo-bio-diesel-vepla

પ્રાપ્ત થતી વિગતો મુજબ સૌથી વધુ બાયોડીઝલ અને એલડીઓનો જથ્થો રાજકોટ અને ભાવનગરમાંથી પકડાયો હોવાનું જાણવા મળી રહ્યુ છે. પૂરવઠા વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો, મુજબ રાજકોટ, ભાવનગર અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા, જામનગર અને મોરબી જીલ્લામાં ગાંધીનગરની પુરવઠા ટીમોએ ચકાસણી કરી હતી.પૂરવઠા વિભાગની 3 ઉચ્ચ કક્ષાની ટીમોમાં અમદાવાદ-ખેડા પંચમહાલનાં પૂરવઠા અધિકારીઓ તથા પૂરવઠા વિભાગનાં બે આસી.ડાયરેકટર તથા ઈન્સ્પેકટરોને સામેલ કરાયા હતા. પૂરવઠા વિભાગની આ ત્રણ ટીમોમાં કુલ 12 અધિકારીઓને રોકવામાં આવ્યા હતા. આ ટીમોએ આજરોજ બપોરે દરોડાનો રીપોર્ટ પૂરવઠાનાં અગ્ર સચીવને સોંપી દીધો હતો.

error: Content is protected !!