Connect with us

Gujarat

વાળુકડ માધ્યમિક શાળાના તરુણ કુમાર વ્યાસ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી, 5 સપ્ટેમ્બરે રાજ્યપાલના હસ્તે સન્માનિત થશે

Published

on

tarun-kumar-vyas-of-valukad-secondary-school-selected-as-the-best-teacher-in-the-state-will-be-felicitated-by-the-governor-on-september-5

કુવાડીયા

  • તરુણ કુમાર વ્યાસની શ્રેષ્ઠ શિક્ષક તરીકેની અનેક કામગીરી બોલે છે, વર્ષ 2019 માં પણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા હતા

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2023 ના રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની ઘોષણા કરવામાં આવી છે. તે શિક્ષકોને શિક્ષક દિવસ 5મી સપ્ટેમ્બર 2023ના રોજ ગુજરાતના મહામુહિમ રાજયપાલશ્રીના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, તેમજ ગુજરાત સરકારના મંત્રીમંડળના સભ્યો , ધારાસભ્યો તેમજ ઉચ્ચ અધિકારીશ્રો ઉપસ્થિતિમા યોજાશે. આ પારિતોષિકમાં ભાવનગર જિલ્લાની શ્રી માધ્યમિક શાળા- વાલુકડના સુપરવાઈઝરશ્રી તરુણકુમાર બાલાશંકર વ્યાસની માધ્યમિકના રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.જેઓ વર્ષ 2019મા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ પસંદગી પામેલ.શિક્ષણક્ષેત્રે એક શિક્ષક તરીકેની તેની ઉત્તમ કામગીરીની રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે તેમનું પણ તે દિવસે સન્માન થશે.

tarun-kumar-vyas-of-valukad-secondary-school-selected-as-the-best-teacher-in-the-state-will-be-felicitated-by-the-governor-on-september-5

તેઓ શિક્ષણની સાથોસાથ અન્ય ઘણી શૈક્ષણિક- સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.હાલ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શિક્ષકોના સંગઠન અંગેની ભગિની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાતના તેઓ માધ્યમિકના પ્રાંતમંત્રીનું દાયિત્વ નિભાવે છે. સાથોસાથ ભાવનગર શહેર બ્રહ્મસમાજના ઉપપ્રમુખ , શહેર ભાજપા શિક્ષણસેલના સહકન્વીનર , સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગરના ટ્રેઝરર , ઔ.સ.ઝા.સા.ચા. બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ , ભાવનગરના સહમંત્રી ,નવદર્પણ વિધાલય – થોરડીના સંચાલક , લિટરસી ચેર – રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ વિગેરે જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.આ પ્રકારની બહિમુખી પ્રતિભા ધરાવતા તરુણભાઈ વ્યાસને દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવોએ તેઓને અભિનંદન પાઠવ્યા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!