Connect with us

Sihor

સિહોર તાલુકાના રામધરી ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાવતા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ

Published

on

Taluka Panchayat Women President inaugurating Health and Wellness Center at Ramdhari Village of Sihore Taluk

દેવરાજ

સિહોર તાલુકાના રામધરી ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તૈયાર થતાં તેનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ સેન્ટરનો શુભારંભ કરાવતાં તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન જસાણીએ કે, આરોગ્ય તંત્ર દ્વારા સતત નિગરાની અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને કારણે આજે આપણને આ અદ્યતન સુવિધાઓથી સુસજજ એવું હેલ્થ અને વેલનેસ સેન્ટર ઉપલબ્ધ થયું છે. હેલ્થ અને વેલનેસ સેન્ટર આ વિસ્તારના લોકોની આરોગ્યની કાળજી રાખવામાં અને તેમની તંદુરસ્તી જાળવી રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તાલુકા પંચાયત પ્રમુખે આરોગ્ય તંત્ર દ્વારા કોરોના કાળમાં પોતાના જીવન અને પરિવારની ચિંતા કર્યા વગર કાર્ય કર્યું હતું તેનાથી આપણે સૌ વિદિત છીએ ત્યારે કોરોના વોરિયર્સ એવાં આરોગ્ય કર્મચારીઓની સલાહ અને માર્ગદર્શન મેળવી આપણાં આરોગ્યને સુધારીને રોગ પ્રતિકારક શક્તિ વધારીએ તે અત્યારના સમયની જરૂરિયાત છે.આ સેન્ટરના શુભારંભ અવસરે તાલુકા પંચાયત પ્રમુખની સાથે સુરેશભાઈ દવે, ડો.કોકીલાબેન સોલંકી, સરોજબેન ઝાલા, ડો.ચંદુકાંતભાઈ કળઝરીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.

Taluka Panchayat Women President inaugurating Health and Wellness Center at Ramdhari Village of Sihore Taluk

તૃપ્તિબેન ના હસ્તે દિપ પ્રાગટય કરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કરી રામધરી ગ્રામજનોની સેવામાં વધારો કરેલ તથા વિશ્વ મેલેરીયા દિવસ ની ઉજવણી માં હાજર રહેલ. કાર્યક્રમમાં તૃપ્તિબેન જસાણી તથા ડો.કોકીલાબેન સોલંકી દ્રારા મેલેરીયા ની જાગૃતિ માટે તેમજ નાબુદી માટે લોકોને તેની સમજણ આપેલ તેમજ મેલેરીયા નાબુદી અભિયાનમાં સહભાગી કેવી રીતે થવુ અને મેલેરીયા નાબુદ લોકભાગીદારીથી જ શકય બની શકે તેની સમજ આપેલ.

Taluka Panchayat Women President inaugurating Health and Wellness Center at Ramdhari Village of Sihore Taluk

કાર્યક્રમને સફળ બનાવવા હેલ્થ એન્ડ વેલનેસ રામધરીના નિલમબેન પારવાણી, નેહાબેન ડાભી, પરેશભાઈ બુચ, અભયભાઈ મોરી, સંજયભાઈ, ચેતનભાઈ, અશ્વિનભાઈ તથા આંગણવાડી વર્કરો, આશા ફેસીલીટર, આશાબેન તથા ગામના આગેવાન હિરેનભાઈ પંડયા, લવજીભાઈ, કાંતીભાઈ, અમરશીભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!