Connect with us

Sihor

સ્વાગત હૈ : સિહોર તાલુકા સ્વાગત ફરિયાદના પ્રશ્નનો તાત્કાલિક નિકાલ ; ટાણા ગામના મણિનગર વિસ્તારની પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ

Published

on

Swagat Hai : Sihore Taluka Swagat Grievance Question Promptly Resolved ; Immediate solution to water problem in Maninagar area of Tana village

પવાર

તાલુકા તંત્રએ તરત ટાણા જઇ તાત્કાલિક મોટર રિપેરિંગ કરાવી વાલ્વ નાંખ્યો ; સ્વાગત કાર્યક્રમ’માં માત્ર વ્યક્તિગત નહીં પરંતુ જનસમૂહની ફરિયાદોનું પણ નિવારણ

સિહોરના ટાણા ગામના મણિનગર વિસ્તારના રહીશોની પાણી પુરવઠાની સમસ્યાનો સ્વાગત કાર્યક્રમમાં સ્થળ પર જ ઉકેલ આવ્યો છે. સ્વાગત કાર્યક્રમમાં આ અંગે ફરિયાદ કરાતા તાલુકા તંત્રએ તરત જ સ્થળ પર જઇ તપાસ કરી અહીં તાત્કાલિક મોટરનું રિપેરિંગ કરાવ્યું હતું અને એક વાલ્વ મૂકાવી સમસ્યાનો સરકારાત્મક ઉકેલ લાવ્યો હતો. તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સિહોર તાલુકાના ટાણા ગામના મણિનગર વિસ્તારમાં રહેતા રહેવાસીઓ તરફથી રજૂઆત કરાઇ હતી કે તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા છે અને પાણીનો સપ્લાય અનિયમિત છે.

Swagat Hai : Sihore Taluka Swagat Grievance Question Promptly Resolved ; Immediate solution to water problem in Maninagar area of Tana village

તાલુકા સ્વાગતમાં આ ફરિયાદ ઉપસ્થિત થતાં તાલુકા પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રીને આ અંગે સત્વરે સ્થળ પર જવા આદેશ મામલતદરશ્રી તરફથી અપાયો હતો.ત્યારબાદ મામલતદારશ્રી જોગસિંહ દરબાર અને નાયબ મામલતદાર શ્રી હેતલબા ગોહિલની સૂચનાથી અહીં તાત્કાલિક મોટર રિપેર કરવામાં આવી હતી અને નવો વાલ્વ નાંખવામાં આવ્યો હતો. જેનાં કારણે અહીંના રહેવાસીઓની પાણીની સમસ્યાનું સત્વરે અને સુખદ સમાધાન આવ્યું છે. આમ સ્વાગત કાર્યક્રમ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ જનસમૂહની ફરિયાદોના નિવારણનો કાર્યક્રમ પણ બન્યો છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!