Connect with us

Sihor

પાણી વિના ટળવળતી જિંદગી ; સિહોર મકાતનાઢાળ ભુતાશેરીમાં રહેતા પરિવારોને છેલ્લા મહિનાઓથી એક ટીપું પાણી મળ્યું નથી

Published

on

Surviving life without water; The families living in Sihore Makatnadhal Bhutasheri have not received a single drop of water for the past months.

બરફવાળા

પાણી વગરના ટળવળતા લોકો, જવાબદારોને અનેક રજુઆતો છતાં આજ સુધી ધ્યાને લેવાયું નહિ, પૂર્વ પ્રમુખને પણ આ બાબતે રજુઆત છતાં પરિણામ શૂન્ય, અહીં નવો રોડ બન્યો અને પાણીની લાઈનોમાં ખામી સર્જાઈ, રહીશો આંદોલનના માર્ગે

સિહોર શહેરના મકાતનાઢાળ વિસ્તારમાં આવેલ ભુતા શેરીમાં રહેતા પરિવારો પાણી માટે ટળવળી રહ્યા છે, છેલ્લા મહિનાઓથી અહીં પાણીનું ટીપું નથી. જેથી લોકોને જીવવું દુષ્કર થઈ રહ્યું છે. ઉનાળાની અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. જેમ-જેમ ગરમીનો પારો ઊંચો જઇ રહ્યો છે તેમ-તેમ લોકોને પાણીની પણ મહત્તમ જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે અહીં પાણી માટે જિંદગી ટળવળી રહી છે. સિહોર મકાતનાઢાળ ભુતાશેરીમાં રહેતા પરિવારોને છેલ્લા મહિનાઓથી એક ટીપું પાણી મળ્યું નથી અને પરિવારોને જીવવું મુશ્કેલ બન્યું છે આ બાબતે જવાબદારોને અનેક રજુઆત છતાં પરિણામ મળ્યું નથી ત્યારે આવતા દિવસોમાં આંદોલનના માર્ગે જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે..

Surviving life without water; The families living in Sihore Makatnadhal Bhutasheri have not received a single drop of water for the past months.

બી જે પટેલ તમારા રાજમાં અમારી જિંદગી પાણી ના એક એક ટીપાં માટે ટળવળે છે ; અમારા તરફ થોડું ધ્યાન આપવા આજીજી છે

આદરણીય બી જે પટેલ

Advertisement

આમ તો તમારી હાલત એક સાંધો ત્યાં બાર તુટે તેવી છે. રોજ સવાર પડે અખબારોમાં તમારા તંત્રની અણઆવડતના સમાચારની ભરમાર હોય છે. આ સમગ્ર ઘટનાઓ માટે અધિકારી તરીકે તમે દોષીત છો તેવુ કહી શકાય નહીં. આમ છતાં જેની વ્યાપક ચર્ચા અને ફરિયાદ થાય તેવુ નળ, પાણી, ગટર, કર્મચારીઓના પગાર સહીત અનેક મુદ્દે તમારી નગરપાલિકા ઘેરાયેલી છે જે કંઈ શહેરમાં થઈ રહ્યુ છે તે અંગે તમે જ જવાબદાર છો તેવુ નથી પરંતુ અધિકારી તરીકે તમારી વિશેષ જવાબદારી થઈ જાય છે. અમે છેલ્લા મહિનાઓથી પાણી માટે ટળવળી રહ્યા છીએ, તમારા તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં પાણી વગર અમારી જિંદગી ટળવળી રહી છે પરંતુ જવાબદારોને ફેર પડતો નથી, અને તમારું તંત્ર અમારું સાંભળતું નથી. અમારે ભાજપ અને કોંગ્રેસ કે રાજકીય પાર્ટી સાથે કોઈ નીસ્બત નથી અમે તો પ્રજા છીએ અને તમે શહેરના શાસક છો અમે તમારા ભરોસે છીએ. પ્રજા ચારે તરફથી ઘેરાઈ ગઈ છે, તંત્ર તેમનું સાંભળતુ નથી અને પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે. અમે છેલ્લા મહિનાઓથી પાણી માટે ટળવળીએ છે. જેથી અમારા તરફ થોડું ધ્યાન આપવા પણ આજીજી છે..

બસ આટલું જ

સલીમ બરફવાળા

Continue Reading
Advertisement
error: Content is protected !!