Sihor
ઘાંઘળી નજીક પાણીની લાઇન તુટતા સિહોરમાં પુરવઠો ખોરવાયો, શહેર પીવાના પાણીથી વંચિત રહેશે
પવાર
સિહોરમાં પાણીનો કકળાટ કાયમી રહ્યો છે, લોકોને આઠ દસ દિવસે પાણી મળવાની વાત નવી નથી. સિહોરના લોકોની પાણી પ્રશ્ને કાયમી કફોડી હાલત છે ત્યારે સિહોરના ઘાંઘણી નજીક પાણીની પાઈપ લાઈન તુટતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, શિયાળાના સમયમાં પીવાના પાણીની મુશ્કેલી સામનો લોકોને કરવો પડી રહ્યો છે. સિહોર શહેરને નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યુ છે.
આ નર્મદાની પાણીની પાઈપ લાઈનમાં આવાર નવાર ભંગાણ ર્સજાતું હોય જેના કારણે પાણી વિતરણ ખોરવાય છે. ઘાંઘણી નજીક નર્મદાની પાઈપ લાઈન તુટતા તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સિહોર શહેરનો પાણી પુરવઠો ખોરવાયો છે. તંત્ર દ્વારા સમારકામની કામગીરી શરૂ કરાઇ છે. આ કામગીરી પૂર્ણ થતાં પાણી પુરવઠો પૂવર્વત કરવામાં આવશે જોકે હજુ પાઈપ લાઈન રિપેરીંગમાં ત્રણથી ચાર દિવસ જેવો સમય લાગશે આથી લોકોને હજુ પણ તરસ્યા રહેવું પડશે તે પણ હકીકત છે