Connect with us

Gujarat

ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં રચાશે અલૌકિક ઈતિહાસ, 51 હજાર આહીરાણીઓ રમશે મહારાસ

Published

on

Supernatural history will be created in Lord Krishna's Dwarkanagari, 51 thousand Ahiranis will play Maharas

કુવાડિયા

આહીરાણીઓ વિશ્વવિક્રમ સર્જશે

ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 51 હજાર આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. જી હા… ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં 51 હજાર આહીરાણી બહેનોનો મહારાસ યોજાશે.આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ મહત્વ છે. અહીં લોકો ભગવાનમાં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે. આજ કારણ છે કે દેશમાં ઘણા એવા મંદિર છે જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. 5 હજાર પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણરાસ યોજાતો હતો. તે જ રીતે ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં ફરી એકવાર ઈતિહાસ રચાશે. ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 51 હજાર આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. જી હા… ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં 51 હજાર બહેનો નો મહારાસ યોજાશે. 5 હજાર પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણરાસ યોજાતો હતો.

Supernatural history will be created in Lord Krishna's Dwarkanagari, 51 thousand Ahiranis will play Maharas

ત્યારે આ મહારાસ માટે 37 હજારથી વધુ આહીર સમુદાયની બહાનોનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. દરેક જિલ્લા કક્ષાઓ રજિસ્ટ્રેશન કરાયું હતું. જે અંગે કૃષ્ણની મોક્ષ ભૂમિ ભાલકા તીર્થ ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. આહારાણી મહારાસ અંગે આહીર સમાજની બહેનોની બેઠક યોજાઈ હતી. જે બેઠક અંગે જુદા જુદા જિલ્લાઓમાંથી આહીર સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. જેમાં મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજવાનું પણ આયોજન કરાયું છે. આહારાણી મહારાસ માટે બહેનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને પારંપરિક પોશાક સાથે આહીરાણીઓનો મહારાસમાં વિશ્વ વિક્રમ સર્જાશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!