Sihor
ઉનાળુ વેકેશનની મજા પૂરી ; આજથી સિહોર સહિત રાજયની હજારો શાળાઓ ધમધમશે
પવત
વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા ચોપડા-ગણવેશની ખરીદી લગભગ પૂર્ણ : કોલેજો-યુનિ. ભવનોમાં તા.15થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
રાજયભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા હવે આજથી સિહોર શહેર-જીલ્લા સહિત રાજયની હજારો શાળાઓ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ ધમધમતી બની જશે. અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજયની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં ગત તા.1મે થી આ ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો હતો. હવે આવતીકાલ તા.4 મેના આ વેકેશનની મજા વિધીવત રીતે પૂર્ણ થઈ રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા નવા ધોરણના પાઠય પુસ્તકો, નોટબુકો અને ગણવેશની ખરીદી પણ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ઉનાળુ વેકેશન દરમ્યાન વિદ્યાર્થીએ યાત્રાધામો દેવદર્શન અને રમણીય સ્થળોના પ્રવાસની પરીવાર સાથે મજા લીધી હતી. હવે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો હોય વિદ્યાર્થીએ નવા સત્રના પ્રથમ દિવસે તેમના સહઅધ્યાયીઓ અને ગુરૂજનો સાથે વેકેશન દરમ્યાન કરેલી પ્રવૃતિઓ વાગોળશે. જયારે યુનિ.ના ભવનો અને યુનિ. સંલગ્ન કોલેજોમાં આગામી તા.15 જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.