Bhavnagar
ભાવનગર-બાંદ્રા વચ્ચે ત્રણ માસ માટે દર ગુરૂવારે દોડશે સમર સ્પેશ્યલ ટ્રેન
બરફવાળા
ઉનાળુ વેકેશનના ટ્રાફીકને ધ્યાને લઇ રેલ્વે તંત્રએ લીધેલો નિર્ણય, સોમવારથી બુકીંગનો થશે પ્રારંભ
ઉનાળુ વેકેશનના ટ્રાફીકને ધ્યાને લઇ યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન’ ચલાવવાનો ર્નિણય લીધો છે. જે દર ગુરૂવારે ભાવનગરથી ચાલશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ભાવનગર-બાન્દ્રા વચ્ચે દૈનિક રેગ્યુલર ટ્રેન ચાલી રહી છે
ઉપરાંત દર રવિવારે સન્ડે સ્પેશ્યલ ટ્રેન પણ ભાવનગર-બાન્દ્રા વચ્ચે ચાલી રહી છે જેમાં હવે ગુરૂવારની સ્પેશ્યલ ટ્રેનનો ઉમેરો થયો છે. રેલ્વે તંત્રએ આજે જાહેરાત કરી જણાવ્યું હતું કે, ટ્રેન નંબર ૦૯૨૦૮ ભાવનગર – બાંદ્રા સાપ્તાહિક સમર સ્પેશિયલ તા.૬.૪ થી ૨૯.૬ સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી ૧૪.૫૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૬ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૨૦૭ બાંદ્રા – ભાવનગર સાપ્તાહિક સમર સ્પેશિયલ ૭ એપ્રિલથી ૩૦ જુન સુધી દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી ૯ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૨૩.૪૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર ૦૯૨૦૮ અને ૦૯૨૦૭ માટે બુકિંગ ૦૩ એપ્રિલ, ૨૦૨૩થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને વેબસાઇટ પર ખુલશે.