Sihor
સિહોરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સમર કેમ્પનું આયોજન

Pvar
વેકેશન એટલે ફૂલ મોજ મસ્તી.
સિહોર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે તારીખ ૨૫/૪/૨૦૨૩ થી તા.૧/૫/૨૦૨૩ સુધી સમર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આજે મંગળવારના દિવસે સમર કેમ્પના પ્રથમ દિવસે સંસ્થાના શ્રી ભગવત સ્વરૂપદાસજી તથા મેનેજીંગ ડાયરેકટર કનુભાઈ હડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ સાથે કાર્યક્રમ ના આમંત્રિત મહેમાન વૈશાલીબેન શાહ, તથા પાયલબેન ઉપસ્થિત રહ્યા હતા. સિહોર શહેરની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી સમર કેમ્પના આયોજનમાં નાના ભૂલકાઓ માટે વિવિધ એક્ટિવિટી તથા બાળકોના મનોરંજન માટે આજના પ્રથમ દિવસે કઠપૂતળી નૃત્ય યોગા નું આયોજન થયેલ આ સમર કેમ્પ તારીખ ૧/૫/૨૩ સુધી શરૂ રહેવાનો છે.
તો નાના ભૂલકાઓ તથા નવ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તેનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલય શિહોર ખાતે આયોજન કરેલ છે.સંપૂર્ણ આયોજન પ્રિન્સિપલ હાર્દિકભાઈ દવે, નિકિતાબેન કુકડેજા, વિનુભાઈ હડિયા તેમજ ભરતભાઈ હડિયા ના માર્ગદર્શન હેઠળ થયેલ આ કાર્યક્રમ માં બાળકો દ્વારા રસપૂર્વક ૫ દિવસ ના કાર્યક્રમ નો લાભ મેળવી રહ્યા છે.