Offbeat
આવું મધ જેની વિશ્વભરમાં છે ડિમાન્ડ, દારૂથી પણ છે વધુ નશાકારક, માત્ર એક જ જગ્યાએ છે ઉપલબ્ધ

મધ વિશે તમામ લોકો જાણતા જ હશે. બાળપણથી સાંભળ્યું છે કે, મધ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. મધનું સેવન કરવાથી અનેક બિમારીઓ દૂર થાય છે. શું તમે ક્યારેય લાલ મધ વિશે સાંભળ્યું છે? આ એક એવો શબ્દ છે, જે નશા સમાન છે. વિશ્વની સૌથી મોટી મધમાખીઓ હિમાલયની ક્લિફ મધમાખીઓ આ મધ બનાવે છે. આ લાલ મધની વિશેષતા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ઝેરીલા ફળથી રસ એકત્ર કરવામાં આવે છે
મધમાખીઓ લાલ મધ બનાવવા માટે ઝેરીલા ફળમાંથી રસ એકત્ર કરે છે. આ મધ ખૂબ જ નશીલું હોય છે, જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ રહેલા છે. આ કારણોસર લાલ મધની ખૂબ જ ડિમાન્ડ છે. આ મધ શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. જેમ કે, સેક્સની ઈચ્છામાં વૃદ્ધિ કરે છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર માટે લાલ મધ ખૂબ જ ફાયદાકારક છે. નશાના કારણે લાલ મધની ખૂબ જ ડિમાન્ડ છે.
લાલ મધ ક્યાં મળે છે?
નેપાળના અંતરિયાળ વિસ્તારોમાં લાલ મધ મળે છે. આ મધની એક ખાસ વાત એ છે કે, તેને કાઢવું ખૂબ જ ખતરનાક છે. સામાન્ય મધની સરખામણીએ લાલ મધ કાઢવું ખૂબ જ જોખમી છે. ગુરંગ ટ્રાઈબ્સ ખૂબ જ મહેનત કરીને આ મધ કાઢે ચે. લાલ મધ કાઢવા માટે એક દોરડાના સહારે અનેક ફૂટ ઊંચા પહાડ પર ચઢવામાં આવે છે. ત્યારપછી ધુમાડાની મદદથી મધમાખીઓને દૂર કરવામાં આવે છે. ઉપરાંત આ મધમાખીઓના ડંખ પણ સહન કરવા પડે છે.
લાલ મધનો નશો એબ્સિન્થે સમાન
લાલ મધનો નશો એબ્સિન્થે સમાન છે. એબ્સિન્થે એક નશીલો પદાર્થ છે, જેનો અનેક દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છો. લાલ મધનું વધુ માત્રામાં સેવન કરવાથી હાર્ટની બિમારી થઈ શકે છે.