Ghogha
જન્મજાત હ્વદયમાં કાણું ધરાવતી ઘોઘા તાલુકાની છાયા ગામની બાળકીનું સફળ ઓપરેશન
પવાર
ડો.મુબારક ચોકિયાના નિદાનથી બાળકીને નવજીવન મળ્યુ: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી વિનામુલ્યે સારવાર
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છાયા ગામની શાળામાં નાનકડી બાળકી અંકિતાને જન્મજાત હ્વદયમાં કાણું હોવાનું નિદાન થતા અમદાવાદ યુ.એન.પહેલા હોસ્પિટલનું તબીબોએ સફળ ઓપરેશન કરી બાળકીને નવજીવન લક્ષ્યુ છે સરકારની યોજના મુજબ એક પણ રૂપિયાના ખર્ચ વિના બાળકીનું ઓપરેશન થયું હતું.રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં છાયા ગામની નાનકડી બાળકી અંકિતાનાં હ્વદયમાં તકલીફ હોવાનો ડો. મુબારક ચોકિયાને જાણ થતા તેમના પરિવારનાં આ અંગેની જાણકારી આપતા પોતાની લાડકવાયી દીકરીને હ્વદયમાં કાણું હોવાની વાત કરતા સામાન્ય પરિવાર માટે માનવું મુશ્કેલ હતું. અવાર-નવારની સમજાવટથી અંકિતાનો ભાવનગર સરટી હોસ્પિટલમાં રિપોર્ટ કરતા હ્વદયમાં કાણું હોવાનું માલુમ પડતા પરિવાર પર આભ તુટી પડયું હતું.
બાદમાં સરકારશ્રીની યોજના મુજબ તાત્કાલીક અને નિ:શુલ્ક સારવાર માટે સચોટ માર્ગદર્શન આપતા બાળકી અંકિતાને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવાના તબીબોએ સફળ ઓપરેશન કરી હ્વદયની ખામીઓ દુર કરી હતી. અંકિતાનું નિ:શુલ્ક ઓપરેશન થતા દિહોરા પરિવાર ખૂશ થયો હતો.અંકિતાના પિતા મહેશભાઈ દિહોરા ગામમાં નાનકડા પ્રોવિઝન સ્ટોરની દુકાન ચલાવે છે. તેમની પુત્રી અંકિતાને હ્વદય કાણું હોવાની જાણ થતાં પરિવારજનો ચિંતાતુર બનેલ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી અંકિતાનું એક પણ રૂપિયાનાં ખર્ચે વગર સફળ ઓપરેશન થતાં તેમણે સહકાર અને સર્વે તબીબોનો આભાર માન્યો હતો.અંકિતાને નવજીવન આપવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદ, આર.સી. એચ.ઓ ડો.કોકીલાબેન સોલંકી, તાલુકા હેલ્પ ઓફિસર ડો.મુબારક ચોકિયા, ડો.કેલાબા સરવૈયા ફાર્માસિસ્ટ વૈશાલીબેન શાહ, સુચિતભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.