Sihor
સિહોર એલ ડી મુની હાઈસ્કુલ શાળા દ્વારા શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિતે વિદ્યાર્થીઓની રેલી યોજાઈ
પવાર
સિહોર એલ ડી મુની હાઈસ્કુલ શાળાની શતાબ્દી વર્ષ સારસ્વતેયમ મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓની શહેરમાં આજે રેલી યોજાઈ હતી સિહોરના વતની ચંદ્રકાંતભાઈ શાહના વરદ હસ્તે રેલીનું પ્રસ્થાન થયું હતું વિદ્યાર્થીઓ તેમજ વેશભૂષા સાથે મહારેલીને લીલી ઝંડી દેખાડી પ્રત્સાહન કરવામાં આવેલ
તેમજ સંસ્થાના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા, ધનવતભાઈ શાહ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ બન્ને શાળા ના આચાર્યશ્રીઓ શિક્ષકગણ,તેમજ રેલીઓ માં જોડાયેલ બન્ને શાળા ના વિદ્યાર્થી તેમજ વિધાર્થીનીઓ સવાર શાળાથી પ્રસ્થાન કરી શહેરી વિસ્તારો માં ફરી વિદ્યાર્થીઓ દ્વારા એલ ડી મુની હાઈસ્કુલ ઝીંદાબાદ,સહિત સૂત્રોચ્ચારો સાથે ફરી હતી ઠેર ઠેર વિવિધ સામાજિક સંસ્થા ના આગેવાનો તેમજ સમાજ ના આગેવાનો દ્વારા ઠંડાપીવા ના પાણી,સરબત સહિત સેવાઓ આપી હતી તેમજ ઢેબરા તેરસ ના પવિત્ર દિવસ દરમિયાન જૈન ધર્મના મહારાજ સાહેબ દ્વારા આશીર્વચન પાઠવેલ હતા